ભારત સરકારના કોલસા મંત્રાલયે દેશની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટું પગલું ભર્યું છે. મંત્રાલયે દામોદર વેલી કોર્પોરેશન (DVC) સાથે ત્રણ મુખ્ય વાણિજ્યિક કોલસા બ્લોક્સના વિકાસ માટે કરાર કર્યો છે. આ પ્રોજેક્ટ્સ ભારતમાં કોલસા ઉદ્યોગને સ્વાવલંબી બનાવવામાં ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે.
પ્રોજેક્ટ વિગતો:
ત્રણ બ્લોક્સ: ધુલિયા ઉત્તર, મંદાકિની બી અને પીરપૈંટી બારાહટ
કુલ સંચિત ક્ષમતા: વાર્ષિક 49 મિલિયન ટન કોલસા
હરાજી કરાયેલા બ્લોક્સ: 13મા રાઉન્ડ હેઠળ
આર્થિક અને રોજગારી લાભ:
વાર્ષિક આવક: ₹4621 કરોડ
રોકાણનું આકર્ષણ: ₹7350 કરોડ
રોજગારી: 66000થી વધુ લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ અવસર
આત્મનિર્ભર ભારત તરફનો પગલું:
કોલસા મંત્રાલયનું કહેવું છે કે આ પ્રોજેક્ટ વિદેશી કોલસા પરની નિર્ભરતા ઘટાડશે અને સ્થાનિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરશે. આગળ ચાલી આ પ્રોજેક્ટ્સ દેશની વીજળીની વધતી માંગ પૂરી કરવા અને ઉદ્યોગોને મજબૂત કરવા પાયાની હિંમતરૂપ સાબિત થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






