અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકા ટીમનું આગમન, આજે રમાશે T20 સીરિઝની નિર્ણાયક મેચ

અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ મેચોની T20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ 19 ડિસેમ્બરના રોજ રમાનારી છે. આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલા આજે ગુરુવારે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે. સાંજના સમયે ભારતીય ટીમનું એરપોર્ટ પર આગમન થતાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગુજસેલ ટર્મિનલ ખાતે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત
ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી તેઓ GUJSAIL (ગુજસેલ) ટર્મિનલ તરફ રવાના થયા હતા. પોતાના મનપસંદ ક્રિકેટ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ આસપાસ ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેલાડીઓને સીધા હોટલ સુધી લઈ જવામાં આવ્યા હતા.

સીરિઝનો રોમાંચ ચરમસીમાએ
પાંચ મેચોની આ રોમાંચક T20 સીરિઝમાં અત્યાર સુધી ભારત 2-1થી આગળ છે. ચોથી T20 મેચ ખરાબ હવામાનને કારણે રદ્દ કરવી પડી હતી, જેના કારણે હવે આખી સીરિઝનો ફેંસલો આવતીકાલની મેચ પર આધાર રાખે છે.
– જો ભારત આ મેચ જીતશે તો સીરિઝ 3-1થી પોતાના નામે કરશે
– જ્યારે દક્ષિણ આફ્રિકા જીતે તો સીરિઝ 2-2થી ડ્રો પર પૂર્ણ થશે
– આ કારણે આવતીકાલની મેચને ફાઈનલ સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે.
– નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમીઓની ઉમટી પડવાની શક્યતા

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને અહીં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડવાની શક્યતા છે. ટિકિટો માટે પહેલેથી જ ભારે માંગ જોવા મળી રહી છે. ક્રિકેટપ્રેમીઓ ભારતની સીરિઝ વિજયની આશા સાથે સ્ટેડિયમ તરફ રવાના થવાની તૈયારીમાં છે.

પોલીસનો જડબેસલાખ બંદોબસ્ત
આ હાઈ-પ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય મેચને ધ્યાનમાં રાખીને રાજ્ય અને સ્થાનિક પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
– સ્ટેડિયમની અંદર અને બહાર હજારો પોલીસ કર્મીઓ તૈનાત
– એરપોર્ટ, હોટલ અને સ્ટેડિયમ સુધી વિશેષ સુરક્ષા રૂટ
– VVIP મહેમાનો અને બંને ટીમના ખેલાડીઓ માટે ખાસ વ્યવસ્થા
– પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા સાથે ટ્રાફિક વ્યવસ્થાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ
સીરિઝનો અંતિમ મુકાબલો અમદાવાદમાં હોવાથી રાજ્યભરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ચાહકોને આશા છે કે ઘરઆંગણે ભારત સીરિઝ જીતીને જીતનો ઝંડો લહેરાવશે.

Related Posts

પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ

ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧…

ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)…