ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા તણાવને લીધે, બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીયો માટે વિઝા સેવાઓ અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. દિલ્હીમાં કોન્સ્યુલર અને વિઝા સેવાઓ, તેમજ ખુલના, રાજશાહી અને ચિત્તાગોંગમાં પણ આ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.
ચિત્તાગોંગમાં વિઝા ઓફિસ પર વિરુદ્ધ પ્રદર્શન હિંસક બન્યું હતું અને પ્રદર્શનકારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પગલું, ભારત દ્વારા વિઝા સેવાઓ સ્થગિત કરવાના પ્રતિસાદ તરીકે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જોકે, બાંગ્લાદેશની મુલાકાત લેતા ભારતીયોની સંખ્યા નાની છે, જેમાં મુખ્યત્વે પત્રકારો અને થોડા ઉદ્યોગપતિઓ જ આવે છે.
હાદીની હત્યા:
બાંગ્લાદેશના યુવા નેતા શરીફ ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરના રોજ ઢાકાના વિજયનગર વિસ્તારમાં ચૂંટણી રેલી દરમિયાન માસ્ક પહેરેલા હુમલાખોરોએ ગોળી મારી હતી. ગંભીર સ્થિતિમાં તેમને સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ગુરુવારે મૃત્યુ થયું. હાદીની હત્યાથી બાંગ્લાદેશમાં હિંસા, આગચંપી અને તોડફોડ ફાટી નીકળી. હાદીના અંતિમ સંસ્કાર દરમિયાન લોકો ભારત વિરોધી નારા લગાવતા જોવા મળ્યા.
બાંગ્લાદેશના આરોપો:
બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું કે દિલ્હીમાં હાઇ કમિશનર રિયાઝ હમીદુલ્લાહને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. હકીકતમાં, શનિવારે દિલ્હીમાં 20-25 લોકોની ટોળી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા જણાવ્યું કે કોઇ સુરક્ષા ભંગ નહીં થયો અને પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને વિખેરી કાઢવામાં આવ્યું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






