ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રીએ રાજ્યની બધી જ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખઓને રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જે-તે જિલ્લાના સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે ફાળવવાના દિશાનિર્દેશો આપ્યાં છે.

રાજ્યમાં ધારાસભ્યઓને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિકાસ કામો માટે 2.5 કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પ્રવર્તમાન છે.

મુખ્યમંત્રી સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓએ પોતાના જિલ્લામાં ગ્રામીણ વિકાસ કામોને વેગ મળે અને સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને પ્રાથમિકતા આપી શકાય તેવા આશયે જિલ્લા પંચાયતના પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆતો કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતા આ રૂપિયા એક કરોડની વિવેકાધીન ગ્રાન્ટ જિલ્લા પંચાયત પ્રમુખને ફાળવવાના આદેશો સામાન્ય વહીવટ વિભાગને આપ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…