હંતાવાયરસનો ખતરો વધ્યો? 23 દેશો અસરગ્રસ્ત, ભારત માટે કેટલું જોખમ?

વિશ્વભરમાં ફરી એકવાર નવા વાયરસને લઈને ચિંતા વધી રહી છે. ‘હંતાવાયરસ’ નામનો સંક્રમણ ઝડપથી ચર્ચામાં આવ્યો છે, ખાસ કરીને એક ડચ ક્રૂઝ પર ત્રણ લોકોના મોત બાદ. આ ક્રૂઝમાં 23 દેશોના લગભગ 150 લોકો સવાર હોવાનું જણાવાયું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સાવચેતી વધારવામાં આવી છે. માહિતી મુજબ, આ ક્રૂઝ બ્રાઝિલ, અંગોલા અને સ્પેનના કિનારેથી પસાર થઈ ચૂક્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક દેશોએ આરોગ્ય વ્યવસ્થાઓ સજ્જ કરી છે.

હંતાવાયરસ શું છે અને કેવી રીતે ફેલાય છે?
World Health Organization મુજબ, હંતાવાયરસ ઉંદર અને અન્ય કૃંતકો (rodents) દ્વારા ફેલાય છે. આ વાયરસ ‘હેન્ટાવિરિડે’ પરિવારનો છે અને માનવ શરીરમાં ફેફસાં અને હૃદય પર ગંભીર અસર કરે છે.

દક્ષિણ અમેરિકામાં ‘એન્ડીઝ વાયરસ’ નામની તેની એક પ્રજાતિ વધુ ખતરનાક માનવામાં આવે છે, જે કેટલીક પરિસ્થિતિમાં માણસથી માણસમાં ફેલાઈ શકે છે. સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, તેમજ ઉબકા અને ઉલટીનો સમાવેશ થાય છે.

શું ભારત માટે ખતરો છે?
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ હાલ ભારત માટે કોઈ તાત્કાલિક ખતરો નથી. World Health Organizationએ સ્પષ્ટ કર્યું છે કે એશિયામાં હંતાવાયરસ સામાન્ય રીતે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી.

ઉપરાંત, જે ક્રૂઝમાંથી આ કેસ સામે આવ્યો છે તેનો ભારત સાથે કોઈ સીધો સંપર્ક રહ્યો નથી. આથી, સામાન્ય લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

વૈશ્વિક સ્તરે વધતી ચિંતા
આ ઘટના બાદ 23 દેશોમાં સાવચેતી વધારવામાં આવી છે અને આરોગ્ય એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય તકેદારી અને સમયસર સારવારથી આ વાયરસને નિયંત્રિત કરી શકાય છે.

 

 

  • Related Posts

    Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

    મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…