અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન ધરાવતી આ પ્રજાતિ પર્યાવરણીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ દેડકો સામાન્ય રીતે આછા ભૂરા કે પીળા રંગનો જોવા મળે છે, તેની પીઠ પર ઘાટા ફોલ્લીઓ અથવા નિશાનો હોય છે. તેની મોટી આંખો અને આડી કીકી તેને વિશિષ્ટ ઓળખ આપે છે. સૌથી ખાસ લક્ષણ તરીકે તેના અંગૂઠાના છેડા પર રહેલા એડહેસિવ ડિસ્ક છે, જેના કારણે તે દિવાલો, ઝાડના થડ અને અન્ય ઊભી સપાટીઓ પર સહેલાઈથી ચડી શકે છે.

તજજ્ઞોના જણાવ્યા અનુસાર, આ પ્રજાતિમાં નર દેડકા માદા કરતા કદમાં નાના હોય છે. અન્ય સામાન્ય દેડકાઓની જેમ પાણીમાં સતત રહેવા બદલે આ દેડકો ઝાડ, ઘની વનસ્પતિ અને ભેજવાળા પાનખર વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે તે માનવ રહેઠાણોની નજીક પણ જોવા મળે છે, જેમ કે બાથરૂમની દિવાલો, પડદા પાછળ કે કપડાંની આડમાં.

આ પ્રજાતિની એક અનોખી વિશેષતા એ છે કે સમય અને પરિસ્થિતિ અનુસાર તે પોતાનો રંગ અને ચામડીના નિશાનો બદલવાની ક્ષમતા ધરાવે છે. પ્રજનન ઋતુ દરમિયાન આ દેડકા પાણીની નજીક એકત્રિત થાય છે અને માદાઓને આકર્ષવા માટે વિશેષ પ્રકારનો અવાજ કરે છે. સંવર્ધન પ્રક્રિયામાં તેઓ ફીણવાળા માળામાં ઇંડા મૂકે છે, જે તેમની જીવવિજ્ઞાનિક રચનાનો મહત્વપૂર્ણ ભાગ ગણાય છે.

પર્યાવરણવિદોનું માનવું છે કે આવી દુર્લભ પ્રજાતિનું જોવા મળવું વિસ્તારના પર્યાવરણીય સંતુલન અને જૈવ વૈવિધ્યનું સૂચક છે. સાથે જ તેમણે લોકોને આવા દેડકાને નુકસાન ન પહોંચાડવા અને જરૂર પડે તો વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની…

સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ…