મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યત: રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે.
આ પરિસ્થિતિઓ ધ્યાને લઈ ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી. આ બાબતે ગત તા.11 માર્ચ 2026 ના રોજ ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા થઈ હતી, તેમાં નક્કી થયા મુજબ ચાલુ વર્ષે રવિ સીઝન પાછળ લંબાયેલ હોવાથી પીવાના પાણી અને અન્ય આરક્ષણને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં રવિ સીઝન માટે આગામી તા. 30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ, મંત્રી ઉમેર્યું હતું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in ![]()






