ગુજરાત : 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન બદલાતા રહેતા ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 7 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે.

કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?
હવામાન વિભાગ અનુસાર, 7 એપ્રિલના રોજ નીચેના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે:

– સૌરાષ્ટ્ર: દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ
– ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ
– મધ્ય ગુજરાત: દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર

વરસાદી સિસ્ટમના કારણે દરિયામાં પવનની ઝડપ વધવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન જવા માટે અને બંદર વિસ્તારોમાં સાવધ રહેવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપી છે.

ગરમીમાં આંશિક રાહત
હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાન લગભગ 35 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. વરસાદી માહોલને કારણે આગામી બે દિવસ ગરમીમાં મોટો વધારો નહીં થાય, પરંતુ 8 એપ્રિલથી ફરી ગરમીના પારો વધવાની શક્યતા છે. એપ્રિલના બીજા સપ્તાહમાં લોકો ભારે ગરમીનો સામનો કરી શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

અક્ષય તૃતીયા 2026: સોનાં-ચાંદીની ખરીદી માટે કેમ છે ખાસ? જાણો ધાર્મિક કારણો

હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 19 એપ્રિલ 2026, રવિવારે ઉજવાશે.…

સબરીમલા થી સમાન અધિકારો સુધી: સુપ્રીમ કોર્ટમાં મોટો નિર્ણય આજ

ભારતના ન્યાયિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ફરી એકવાર Supreme Court of India માં ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ અને સમાન અધિકારો અંગેની ચર્ચા શરૂ થઈ છે. 9 ન્યાયાધીશોની બંધારણીય પીઠ…