KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત “AI FOR AGRICULTURE” વિષયક પ્રાથમિક સેમિનારમાં પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવું સિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી અજયબ્રમ્હભટ્ટ, KDCC નાં ચેરમેન તેજસપટેલ, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજુપટેલ, પીજ અમૂલના ડિરેક્ટર નિલેશપટેલ, બલોલના ગૌતમ સિંહ ચૌહાણ, વરસોલાના ભગવંત સિંહ પરમાર, માતરના  AI ટેકનોલોજી મંડળીના ચેરમેન જયરામદેસાઈ તેમજ વાઈસ ચેરમેન ચિરાગપટેલ (કણજરી) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલ ખેડૂત અને કૃષિ ક્ષેત્રમાં આધુનિક AI ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અને AI ટેકનોલોજી મંડળી શરૂ થવાથી આ પ્રકારના લાભોની અપેક્ષા રાખી શકાય દા.ત કૃષિ ક્ષેત્રમાં સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ વધશે, ખેડૂતોને ડેટા આધારિત માર્ગદર્શન મળશે, સહકારી ક્ષેત્રમાં આધુનિકરણ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થશે, સ્થાનિક યુવાનો માટે ટેકનોલોજી આધારિત રોજગારીના નવા અવસર ઊભા થશે. જે એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે.

  • Related Posts

    ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

    ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

    બાજરી, જુવાર અને મકાઈ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ: ખેડૂતોએ નોંધણી કરાવવી ફરજીયાત

    બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી…