ગુજરાત સરકાર ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવા કટિબદ્ધ: બે વર્ષમાં ભાવનગર માં 4,555 નવા વીજ જોડાણો અપાયા: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા મક્કમ છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ભાવનગર જિલ્લામાં જ વિવિધ યોજનાઓ હેઠળ રૂ6,685 લાખના ખર્ચે 4,555 કૃષિ વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, એક નવું કૃષિ વીજ જોડાણ આપવા માટે થાંભલા, લાઇન અને ટ્રાન્સફોર્મર, HVDS સિસ્ટમ વગેરે મળીને સરેરાશ રૂ1.73 લાખનો ખર્ચ થાય છે. જેની સામે ખેડૂતોએ માત્ર લોડ પ્રમાણે નજીવો ચાર્જ આપવાનો હોય છે અને બાકીની રકમ રાજ્ય સરકાર સબસિડી પેટે સીધી વીજ કંપનીઓને ચૂકવે છે.

રાજ્ય સરકારની ઉદાર નીતિના ભાગરૂપે, અનુસૂચિત જાતિ વર્ગના અને આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે માત્ર રજીસ્ટ્રેશન, ડિપોઝીટ અને ટેસ્ટ રિપોર્ટ જેવા સામાન્ય ચાર્જ જ ચૂકવવાના રહે છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર; બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન વધીને ૮.૩ ટકા થયું: નાણામંત્રી કનુ દેસાઈ

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતની મજબૂત આર્થિક સ્થિતિ, સુદ્રઢ નાણાકીય શિસ્ત અને સર્વસમાવેશક વિકાસનું વિસ્તૃત ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે,…

ડાકોર : ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, CCTV અને ડ્રોનથી રહેશે ચાંપતી નજર

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમના મેળાનો આરંભ થયો છે. આ મેળામાં ભાગ લેવા માટે હજારો યાત્રિકોના ઉમટના અનુકૂળ, જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા…