ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં 314 સિંહોના મૃત્યુનો સ્વીકાર કર્યો, સંરક્ષણ પ્રયાસોની રૂપરેખા આપી

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષ અને એક મહિનામાં કુલ 314 સિંહોના મોત થયાનું રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં સ્વીકાર કરવામાં આવ્યું છે. શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી પૂરી પાડતા જણાવ્યું છે કે 31 જાન્યુઆરી 2026ની સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 911 સિંહોની સંખ્યા નોંધાઈ છે, જેમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળનો સમાવેશ થાય છે.

મૃત્યુની વિગતો
સરકારના આંકડા મુજબ, 314 સિંહોના મૃત્યુમાંથી 75 સિંહ, 91 સિંહણ અને 148 સિંહબાળનો સમાવેશ થાય છે. વન વિભાગના આંકડાઓ અનુસાર, 251 સિંહોના મૃત્યુ કુદરતી કારણોસર થયા છે, જેમાં 58 સિંહ, 67 સિંહણ અને 126 સિંહબાળનો સમાવેશ થાય છે. જ્યારે 63 સિંહોના મોત અકુદરતી કારણોસર થયા છે, જેમાં 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળનો સમાવેશ થાય છે.

સિંહોના સંરક્ષણ અને આરોગ્ય
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સિંહોના સંરક્ષણ અને આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને મૃત્યુના કારણોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં સિંહોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા, તેમની સુરક્ષા, વસવાટ વિસ્તાર અને માનવ-વન્યજીવ સંઘર્ષના મુદ્દાઓ પર પણ સરકાર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સત્તાનો નહીં, સ્નેહનો સૂરજ: ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય વેળાએ વહીવટી તંત્ર હિબકે ચઢ્યું

સામાન્ય રીતે સરકારી કચેરીઓ એટલે ફાઈલોનો ગડગડાટ અને અધિકારીઓની ગંભીરતા, પરંતુ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય સમયે સમગ્ર વહીવટી તંત્ર…

રાજસ્થાનના બાલોત્રામાં બસ અને ટ્રેલર વચ્ચે દુર્ઘટના, 6 લોકોના મોત

રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં ગુરુવાર રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં એક સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ. આ અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા…