રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત નેતાના અવસાનના સમાચારથી સમગ્ર રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, ત્યારે રાજ્યપાલએ આ દુઃખદ ઘટનાને રાજ્ય અને દેશ માટે અપાર નુકસાન ગણાવી છે.

તા. 28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવન ખાતે આયોજિત શોકસભામાં માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભા દરમિયાન લોકભવનના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય ઉપસ્થિતોએ પણ મૌન પાળી દિવંગત આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમગ્ર લોકભવન શોકમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું.

 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના શોકસંદેશમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. તેમણે જણાવ્યું કે  પવાર જન-જન સાથે જોડાયેલા, જમીનસ્તરે મજબૂત લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત, કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. રાજકીય જીવનમાં તેઓ હંમેશા સામાન્ય જનતાની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ રહ્યા અને વિકાસ તથા જનસેવાના મુદ્દાઓને પ્રાથમિકતા આપતા રહ્યા હતા.

રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રની જનસેવામાં શ્રી અજિત પવારનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. તેમના નેતૃત્વ હેઠળ અનેક વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેનાથી રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો મળ્યો હતો. તેમના અવસાનથી મહારાષ્ટ્રે એક અનુભવી અને દ્રષ્ટિવાન નેતા ગુમાવ્યો છે, તેવી લાગણી રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઈશ્વર સમક્ષ દિવંગત આત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરી અને આ કપરા સમયમાં પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના વ્યક્ત કરી હતી.

આ શોકસભા અને રાજ્યપાલશ્રીના સંવેદનશીલ શબ્દોએ દિવંગત નેતાપ્રતિ આદર અને લાગણીને વધુ ઘેરા બનાવ્યા હતા. સમગ્ર પ્રસંગ દરમિયાન લોકભવનમાં શોક અને મૌનની ગંભીર લાગણી છવાઈ રહી હતી.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ

ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧…

ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)…