ગૂગલ AI સંબંધિત સતત અપડેટ આપી રહ્યું છે. આ દરમિયાન હવે એક ઓડિયો ઓવરવ્યુને લઈ મહત્વનું અપડેટ સામે આવ્યું છે. આ એક AI ટૂલ છે જે તમારા રિસર્ચ અથવા સ્ક્રિપ્ટ્સને પોડકાસ્ટ જેવી વાતચીતમાં રૂપાંતરિત કરી શકે છે. ગૂગલે હવે તેમાં 50 થી વધુ ભાષાઓ ઉમેરી છે, જેમાં હિન્દી, સ્પેનિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ટર્કિશ, કોરિયન અને ચાઇનીઝનો સમાવેશ થાય છે.
ઑડિયો ઓવરવ્યૂ સુવિધા Googleની NotebookLM એપમાં જોવા મળી રહે છે. ઓડિયો ઓવરવ્યૂ સુવિધા હવે ફક્ત અંગ્રેજી પૂરતી મર્યાદિત નથી, તે હવે અન્ય ભાષાઓ સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
સરળતાથી બદલી શકશો ભાષા
NotebookLM એપની મદદથી, યુઝર્સ તેમના રિસર્ચને ખૂબ જ સરળતાથી અન્ય ભાષાઓમાં સ્વિચ કરી શકશે. આ માટે, તેમને ઉપરના જમણા ખૂણામાં સેટિંગ વિકલ્પ મળશે, તેને પસંદ કર્યા પછી, તેમણે આઉટપુટ ભાષા પસંદ કરવાની રહેશે. આ પછી, યુઝર્સ ઓએ ભાષાઓની યાદીમાંથી તેમની ભાષા પસંદ કરવાની રહેશે. આ પછી, તમે તે ટેક્સ્ટ ફોર્મેટમાં લખાયેલ રિસર્ચને તમારી મનપસંદ ભાષામાં ઓડિયો ફોર્મેટમાં સાંભળી શકશો.
ગૂગલે કહ્યું કે આ એપ હાલમાં તેના પ્રારંભિક તબક્કામાં છે અને તેઓ તેમાં શક્ય સુવિધાઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આનાથી આ પ્લેટફોર્મ વધુ સારું બનશે.
200 દેશોમાં પહોંચ્યું ઓડિયો ઓવરવ્યુ
ઓડિયો ઓવરવ્યુ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 200 થી વધુ દેશોમાં પહોંચાડવામાં આવ્યું છે. ઉપરાંત, તેમાં નવી રેન્જ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગૂગલે પહેલાથી જ જેમિની એઆઈ ચેટબોટ અને ગૂગલ ડોક્સમાં ઓડિયો ઓવરવ્યુનો સમાવેશ કરી દીધો છે. તેની મદદથી, યુઝર્સ ઓ તેમની સ્ક્રિપ્ટોને AI પોડકાસ્ટમાં કન્વર્ટ કરી શકશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








