ગોવાથી અમદાવાદ આવી રહેલી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. સુરક્ષા કારણોસર ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી.
મળતી માહિતી અનુસાર, ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ સુરક્ષા પ્રોટોકોલ અનુસરી ફ્લાઈટને સલામત રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી. ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 140થી વધુ મુસાફરો સવાર હતા.
એરપોર્ટ પર ઉતર્યા બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટ તેમજ તમામ લગેજનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
બોમ્બની ધમકીની ગંભીરતા જોતા એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ધમકી સાચી હતી કે ખોટી, તે અંગે સ્પષ્ટતા થવાની શક્યતા છે.
સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે અને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






