ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ NIA કસ્ટડીમાં: ખાલિસ્તાની નેટવર્ક અને ગેંગસ્ટર સિન્ડિકેટ અંગે થશે સખત પૂછપરછ

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અને દેશના સૌથી વોન્ટેડ ગેંગસ્ટરોમાંના એક અનમોલ બિશ્નોઈને યુએસમાંથી પ્રત્યાર્પણ કરીને ભારતમાં લાવવામાં આવ્યા બાદ, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટએ તેને 11 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો છે. અનમોલ બિશ્નોઈ 2022 થી ફરાર હતો અને તેના પર ₹10 લાખનું ઈનામ જાહેર હતું.

NIA કઈ બાબતોમાં કરશે કડક પૂછપરછ?
NIAના ખાસ સરકારી વકીલ રાહુલ ત્યાગીના જણાવ્યા મુજબ, અનમોલ બિશ્નોઈને ગેંગસ્ટર-આતંકવાદી સિન્ડિકેટના હિસ્સા તરીકે નીચેના મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવશે:
– લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) વચ્ચેના કનેક્શન
– ખાલિસ્તાની ચળવળને ફરી સક્રિય કરવાનો કાવતરું
– વિદેશમાંથી ગેંગનું સંકલન અને ઓપરેશન
– ગેંગના ફંડિંગના સ્ત્રોતો
– ગેંગના અન્ય સાગરિતોની ઓળખ અને તેમની હાલની સ્થિતી
– ભારતમાં થયેલી મુખ્ય ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેની ભૂમિકા

કોર્ટનો નિર્ણય
NIAએ 15 દિવસની કસ્ટડી માગી હતી, પરંતુ કોર્ટે 11 દિવસની કસ્ટડી મંજૂર કરી. કોર્ટએ NIAને અનમોલની સુરક્ષા અને તબીબી તપાસ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે અનમોલ બિશ્નોઈને 29 નવેમ્બરે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કયા-કયા કેસોમાં નામ?
અનમોલ બિશ્નોઈ પર અનેક ગંભીર કેસ છે, જેમાં મુખ્યત્વે:
– NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું
– પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સંડોવણી
– એપ્રિલ 2024 ની ટાર્ગેટ કિલિંગ
– સલમાન ખાનના ઘરે ગોળીબાર કેસ
-કુલ 18 થી વધુ ગુનાહિત કેસ

ખાલિસ્તાની સંગઠનો સાથે જોડાણ?
NIAનો દાવો છે કે અનમોલ બિશ્નોઈનો બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને અન્ય ખાલિસ્તાની આતંકી જૂથો સાથે સીધો સંપર્ક હતો અને તે વિદેશથી સિન્ડિકેટને સંચાલિત કરતો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની…

10 લાખ કે તેથી વધુ રોકડ જમા/ઉપાડ માટે PAN ફરજિયાત: નવા ડ્રાફટ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે

આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ)…