વિશ્વની ટેક દુનિયામાં મહત્વપૂર્ણ બદલાવની શરૂઆત થઈ રહી છે, જેમાં ફ્રાન્સએ પોતાના સરકારી વિભાગોમાંથી અમેરિકાની ટેક કંપની માઇક્રોસોફ્ટના Windows ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ ધીમે ધીમે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સ સરકાર હવે તેના સ્થાને ઓપન-સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ Linux અપનાવવાની તૈયારીમાં છે.
અમેરિકન ટેક પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ
ફ્રાન્સનો આ નિર્ણય માત્ર સોફ્ટવેર બદલવાનો નથી, પરંતુ તે દેશની ડિજિટલ સ્વતંત્રતા તરફનો મોટો પગલું માનવામાં આવી રહ્યો છે. સરકારનું માનવું છે કે સંવેદનશીલ ડેટા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિદેશી કંપનીઓ પર નિર્ભરતા ઘટાડવી જરૂરી છે.
Linux પસંદ કરવાનો મુખ્ય કારણ
Linux ઓપન-સોર્સ હોવાથી કોઈપણ દેશ અથવા સંસ્થા તેને પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે છે, જ્યારે Windows સંપૂર્ણ રીતે Microsoftના નિયંત્રણ હેઠળ છે.
ધીમે ધીમે સંપૂર્ણ પરિવર્તન
ફ્રાન્સની ડિજિટલ એજન્સી DINUMએ પુષ્ટિ કરી છે કે સરકાર તમામ વિભાગોમાં તબક્કાવાર Windows હટાવી Linux અપનાવશે.
આ અંતર્ગત:
– સરકારી ડેટાબેઝ સિસ્ટમ બદલાશે
– નેટવર્ક અને સાઇબરસિક્યુરિટી અપગ્રેડ થશે
– તમામ મંત્રાલયો માટે નવો IT પ્લાન તૈયાર થશે
– ડિજિટલ સ્વતંત્રતા તરફ મોટું પગલું
આ નિર્ણય યુરોપમાં ટેક સવલતો પર અમેરિકાની મોટી કંપનીઓની અસર ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






