યુક્રેન અને અમેરિકા રશિયા સાથેના લાંબા યુદ્ધને પૂર્ણ કરવા માટે શાંતિ કરારના મુખ્ય મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતિ સાધી લીધી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે માત્ર અમુક નાની વિગતો જ બાકી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી નવેમ્બરના અંતમાં અમેરિકા જઈ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે અને આ શાંતિ કરારને અંતિમ મંજૂરી આપશે. આ કરારથી છેલ્લા ચાર વર્ષથી ચાલતા યુદ્ધનો અંત આવવાની પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે.
મુખ્ય મુદ્દાઓ
– 100 અબજ ડોલરની સહાય: રશિયાની જપ્ત 300 અબજ ડોલરની સંપત્તિમાંથી 100 અબજ યુક્રેનના પુનર્નિર્માણ માટે આપવામાં આવશે.
– પ્રોજેક્ટ મુદ્દાઓ: જીનેવા મંત્રણામાં યુક્રેનની સુરક્ષા અને હિતોને ધ્યાનમાં રાખીને ૨૮માંથી ૧૯ મુખ્ય મુદ્દાઓ મંજૂર કરવામાં આવ્યા.
– યુદ્ધવિરામ: ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં ઘટાડો શક્ય, જે ભારત સહિતના તેલ આયાતી દેશોને આર્થિક રાહત આપશે.
– યુક્રેનની સેના: પૂર્વ શરત મુજબ ૫૦% સેનાનો કાપ રદ્દ, યુક્રેન માટે મોટી જીત.
– ઝાપોરિઝિયા અણુ શક્તિ પ્લાન્ટ: વિશેષ દરજ્જો આપીને રશિયા-યુક્રેન સહયોગ, પ્લાન્ટની અડધી વીજળી રશિયાને આપવામાં આવશે.
– નાણાકીય સુરક્ષા: યુદ્ધમાં નાશ પામેલા શહેરો, ગેસ પાઈપલાઈન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનર્નિર્માણ માટે રશિયાની ફ્રોઝન એસેટમાંથી ૧૦૦ અબજ ડોલર યુક્રેનને મળશે, વર્લ્ડ બેંક દ્વારા વધારાનું ફંડિંગ.
– યુક્રેન-નાટો: યુદ્ધ પછી યુક્રેન નાટો સંગઠનમાં જોડાશે નહીં, પરંતુ તેને મજબૂત સુરક્ષા ગેરંટી આપવામાં આવશે.
– યુરોપીયન સમર્થન: યુરોપીયન દેશોએ પણ આ કરારને પુષ્ટિ આપી છે.
વિશ્વ માટે અસર
– આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસના ભાવ ઘટવાની શક્યતા
– ભારત સહિતના આયાતી દેશોને વાર્ષિક અબજો રૂપિયાની બચત
– યુક્રેનની સ્વતંત્રતા અને આજીવિકા માટે મહત્વપૂર્ણ કરાર
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






