રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીમાં વધારો, તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.

વિભાગના જણાવ્યા અનુસાર, 48 કલાક પછી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે, આગામી બે દિવસ સુધી વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં.

આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. ઠંડીમાં વધારાથી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…

કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને મળશે 10 ટકા વધારાનો LPG ક્વોટા

કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વ્યવસાયો અને ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને વધારાનો 10% LPG ક્વોટા આપવાનો નિર્ણય…