ક્લાઉડફ્લેરની ખામી કારણે X, Facebook, ChatGPT સહિત અનેક સેવાઓ વિશ્વભરમાં ડાઉન

ક્લાઉડફ્લેર સર્વરમાં આવેલી ગંભીર ખામીના કારણે વિશ્વભરના લાખો વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ સેવાઓમાં વ્યાપક રૂકાવટનો સામનો કર્યો. X (ટ્વિટર), Facebook, Spotify, ChatGPT સહિતની અનેક લોકપ્રિય સાઇટ્સ અને એપ્લિકેશન્સ મંગળવારે કેટલાક કલાકો સુધી ઍક્સેસ ન થઈ શકી.

વપરાશકર્તાઓએ જણાવ્યું કે તેઓ એપ્લિકેશન્સમાં લોગિન કરી શકતા નથી, ટાઈમલાઇન અને ફીડ લોડ થતી નથી અથવા સીધી Error 500 દેખાઈ રહી છે. જે સામાન્ય રીતે સર્વર સાઈડની સમસ્યાનું સંકેત છે. ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પર (જ્યાં ઍક્સેસ મળી શકતી હતી ત્યાં) વ્યાપક ફરિયાદો શેર કરી.

ક્લાઉડફ્લેર મુખ્ય કારણ તરીકે સામે આવ્યું
તપાસમાં બહાર આવ્યું કે આઉટેજનું મુખ્ય કારણ ક્લાઉડફ્લેરની DNS અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલી ખામી છે. ક્લાઉડફ્લેર વિશ્વભરની અનેક મોટી વેબસાઇટ્સને ઝડપી લોડિંગ, સાયબર હુમલાથી રક્ષણ અને સર્વર મેનેજમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. તેના સર્વરમાં ખામી આવવાથી ઘણા ડિજિટલ પ્લેટફોર્મ એક સાથે અસરગ્રસ્ત થયા. ક્લાઉડફ્લેર તાજેતરના મહિનાઓમાં ઘણી વખત મોટા પાયે આઉટેજ સાથે જોડાયું છે, જેના કારણે ટેક નિષ્ણાતો અને વપરાશકર્તાઓ બંને ચિંતિત છે.

વપરાશકર્તાઓમાં અસંતોષ
સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ સેવાઓ અચાનક બંધ થતા સામાન્ય વપરાશકર્તાઓથી લઈને ક્રિયેટર્સ અને બિઝનેસ સુધી બધાને અસર થઈ. ઘણા વપરાશકર્તાઓએ તાત્કાલિક સમસ્યા ઉકેલવાની માંગ કરી, કારણ કે તેમના માટે ડિજિટલ પ્લેટફોર્મ કાર્ય માટે અનિવાર્ય બની ચૂક્યા છે.

ક્લાઉડફ્લેર તરફથી પ્રાથમિક નિવેદન મુજબ, ટીમ ખામીના મૂળ કારણોની તપાસ કરી રહી છે અને સેવાનો પુનઃસ્થાપન કરવામાં પ્રાથમિકતા આપી રહી છે. સ્થિતિ સ્થિર થતાં વપરાશકર્તાઓ ધીમે ધીમે પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકતા થતા દેખાઈ રહ્યાં છે, પરંતુ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ઇન્ટરનેટની ઘણી મોટી સેવાઓ એક જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેવી રીતે આધારીત છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…