ઇરાનને ચીનનો સૈન્ય સહયોગ? સુપરસોનિક મિસાઇલ સોદાથી મધ્યપૂર્વમાં વધશે તણાવ

મધ્યપૂર્વમાં વધતી તણાવસભર પરિસ્થિતિ વચ્ચે ઇરાન ને ચીન નો સંભવિત સૈન્ય સહયોગ મળતા વૈશ્વિક રાજનીતિમાં નવા સમીકરણો સર્જાઈ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ ચીન ઇરાનને સુપરસોનિક એન્ટી-શિપ મિસાઇલ CM-302 વેચી શકે છે, જે સમુદ્રમાં જ દુશ્મનના યુદ્ધજહાજોને નિશાન બનાવી શકે છે.

290 કિમી સુધી અચૂક પ્રહાર કરવાની ક્ષમતા
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ CM-302 મિસાઇલ આશરે 290 કિલોમીટર સુધી ઘાતક પ્રહાર કરી શકે છે. આ મિસાઇલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. જો આ સોદો પૂર્ણ થશે તો મધ્યપૂર્વમાં રક્ષણાત્મક શક્તિનું સંતુલન બદલાઈ શકે છે.

અમેરિકાને ઇરાનની ચેતવણી
ઇરાનના ઉપવિદેશમંત્રી મજીદ તખ્ત રવાંચીએ ચેતવણી આપી છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ઇરાન પર હુમલો કરશે તો તે ખતરનાક પરિણામો લાવી શકે છે. તેમણે કહ્યું કે ઇરાને પોતાની સંરક્ષણ તૈયારીઓ મજબૂત કરી છે, પરંતુ રાજદ્વારી વાતચીતના દ્વાર હજુ ખુલ્લા છે.

જીનીવામાં મહત્વની મંત્રણા
અમેરિકા અને ઇરાન વચ્ચે 26 ફેબ્રુઆરીએ જીનીવા માં મહત્વપૂર્ણ મંત્રણા યોજાવાની છે. ઇરાને કહ્યું છે કે તે ઈમાનદારીપૂર્વક આ ચર્ચામાં ભાગ લેશે અને વહેલી તકે કોઈ સમજૂતી સુધી પહોંચવા ઈચ્છે છે. વ્હાઈટ હાઉસ તરફથી પણ સંકેત આપવામાં આવ્યા છે કે પ્રમુખ ટ્રમ્પનો પ્રથમ વિકલ્પ હંમેશા રાજદ્વારી પ્રયાસોનો જ રહ્યો છે, પરંતુ જરૂર પડશે તો સૈન્ય વિકલ્પ પણ અપનાવવામાં આવશે.

હાલ સમગ્ર વિશ્વની નજર જીનીવામાં યોજાનારી આ મહત્વપૂર્ણ અમેરિકા-ઇરાન મંત્રણા પર ટકેલી છે, કારણ કે તેના પરિણામો મધ્યપૂર્વ અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ પર સીધી અસર કરી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…