મલેશિયામાં ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહત, UPI થી સીમલેસ પેમેન્ટ શરૂ

મલેશિયામાં મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે મોટી રાહત મળી છે. ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે મલેશિયામાં સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા, NIPL દ્વારા શરૂ કરાયેલી આ સેવા સાથે, મલેશિયા UPI અપનાવનાર વિશ્વનો નવમો દેશ બની ગયો છે.

આ નવી સુવિધાથી પ્રવાસીઓને મલેશિયામાં ખરીદી કરવા માટે કરન્સી બદલવાની ઝંઝટ નહીં કરવી પડશે. તેઓ ફક્ત પોતાની પસંદગીની UPI એપ્સ (જેમ કે Google Pay, PhonePe, Paytm)નો ઉપયોગ કરીને સ્થાનિક વેપારીઓને ચુકવણી કરી શકશે. આ સુવિધા રેઝરપે કર્લેક (Razorpay Curlec) પ્લેટફોર્મ દ્વારા કાર્યરત રહેશે.

માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પણ મલેશિયાના સ્થાનિક વેપારીઓ માટે પણ આ સીમલેસ ચુકવણી લાભદાયક સાબિત થશે. ભારતીય પ્રવાસીઓની સરળ ચુકવણી દ્વારા ખરીદીમાં વધારો થશે, જે સ્થાનિક વ્યવસાયોને મજબૂત કરશે.

NIPLના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રિતેશ શુક્લાએ જણાવ્યું કે, “અમે UPIની વૈશ્વિક પહોંચને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જેથી વિદેશમાં મુસાફરી કરતા ભારતીયો માટે ડિજિટલ ચુકવણીઓ સરળ બની શકે.”

મલેશિયા હવે નૌમા દેશ બની ગયો છે જ્યાં ભારતીય UPI ઉપલબ્ધ છે. પૂર્વે કતારમાં પણ UPI સેવાઓ શરૂ થઈ ચૂકી છે. અન્ય દેશો જેમાં UPI ઉપલબ્ધ છે તે છે: ફ્રાન્સ, UAE, મોરેશિયસ, શ્રીલંકા, સિંગાપોર, ભૂટાન અને નેપાળ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Angan Milan Seva Utsav Bopal Ahmedabad 2026: આંગણવાડી-૬ માં ભૂલકાંઓ વચ્ચે CM.. Nurturing..

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Bopal આંગણવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, બાળકો સાથે કર્યો સહજ સંવાદ Bopal વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે અમદાવાદના Bopal ખાતે આવેલી આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને આંગણવાડીની કામગીરી તથા બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. Bopal સ્થિત આંગણવાડી-6 ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષ સુધીની…

Nirma Campus Safety Protest Updates 2026: અમદાવાદની નિરમા યુનિવર્સિટી વિવાદમાં..

Nirma યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરી પહોંચ્યા: ગર્લ્સ હોસ્ટેલ નજીકની ઘટનાને લઈને 1000થી વધુ વિદ્યાર્થીઓનો વિરોધ અમદાવાદની Nirma યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ નજીક બનેલી કથિત અશ્લીલ હરકતની ઘટના હવે વિદ્યાર્થીઓના વિરોધ સુધી પહોંચી છે. ગુરુવારે 1 ઓક્ટોબરના રોજ એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં પહોંચ્યા અને હાથમાં પ્લેકાર્ડ સાથે ‘બ્લેક ડે’ મનાવી વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ગર્લ્સ હોસ્ટેલ નજીક બનેલી ઘટનાની ફરિયાદ અને વીડિયો પુરાવા યુનિવર્સિટી સત્તાવાળાઓ સુધી પહોંચાડ્યા હોવા છતાં યોગ્ય કાર્યવાહી થવામાં વિલંબ થયો. આ સમગ્ર મામલો અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી Nirma યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ સાથે જોડાયેલો છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ, H-4 ગર્લ્સ હોસ્ટેલની સામે H-5 બ્લોકનું બાંધકામ ચાલી રહ્યું છે. 29 સપ્ટેમ્બરના રોજ આ બાંધકામ વિસ્તાર નજીક એક અજાણ્યા…