બ્રિટનમાં રશિયન જાસૂસી નેટવર્ક પર મોટો દંડો, નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ તપાસ તેજ

લંડનની મેટ્રોપોલિટન પોલીસે રશિયન જાસૂસી નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ‘રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, 2023 (National Security Act)’ હેઠળ ચાલી રહેલી ગુપ્ત તપાસના ભાગરૂપે પોલીસે ત્રણ શખ્સોને ધરપકડ કરી છે, જેમની ઉંમર ક્રમશઃ 48, 45 અને 44 વર્ષ છે.

અહેવાલો મુજબ, આ ત્રણેય શખ્સો પર રશિયન ઇન્ટેલિજન્સ સર્વિસને સીધી મદદ કરવાનો ગંભીર આરોપ છે.
આ ધરપકડને બ્રિટનની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રથમ વખત છે કે નવા સુરક્ષા કાયદા હેઠળ જાસૂસી નેટવર્ક પર આવી તવાઈ કરવામાં આવી છે.

ઓપરેશનની વિગત
– આ સંપૂર્ણ ઓપરેશનનું નેતૃત્વ Counter Terrorism Policing Londonના ડિટેક્ટિવ્સે કર્યું હતું.
– ધરપકડો પશ્ચિમ અને મધ્ય લંડનમાં આવેલી અનેક જગ્યાઓ પરથી કરવામાં આવી.
– આ સિવાય પશ્ચિમ લંડનમાં એક અલગ સ્થળે સઘન તલાશી અભિયાન પણ ચાલુ છે.
– ત્રણેય શખ્સોને હાલ લંડનના સુરક્ષિત પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

નવા સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી
ધરપકડો નેશનલ સિક્યુરિટી એક્ટ, 2023ની કલમ 3 હેઠળ કરવામાં આવી છે, જે વિદેશી રાજ્ય માટે જાસૂસી, માહિતી ચોરી, અથવા ગુપ્ત સહકારને કડક ગુનો ગણાવે છે. આ કાયદાનો હેતુ વિદેશી શક્તિઓના પ્રભાવને રોકવાનો છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં એજન્ટો “પ્રોક્સી” તરીકે કામ કરે છે.

પોલીસ કમાન્ડરની ચેતવણી
કમાન્ડર ડોમિનિક મર્ફી નિવેદન આપ્યું કે, “અમે વિદેશી જાસૂસી સેવાઓ દ્વારા ‘પ્રોક્સી એજન્ટોની’ ભરતીમાં વધારો જોઈ રહ્યા છીએ.
આ ધરપકડો એવા પ્રવૃત્તિઓને રોકવાના અમારા સતત પ્રયાસોનો ભાગ છે. જે કોઈ વિદેશી રાજ્યની વતી આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થશે, તેને કડક કાનૂની પરિણામો ભોગવવા પડશે.”

રશિયા-બ્રિટન તણાવ વચ્ચેની કાર્યવાહી
– રશિયા અને બ્રિટન વચ્ચે છેલ્લા કેટલાંક વર્ષોમાં જાસૂસી અને સાયબર-હૂમલાઓને લઈને તણાવ વધ્યો છે.
– બ્રિટનની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે રશિયન જાસૂસો યુરોપના અનેક શહેરોમાં નેટવર્ક સક્રિય કરી રહ્યા છે.

આ ધરપકડને રશિયન નેટવર્ક વિરુદ્ધ બ્રિટનનો અત્યાર સુધીનો સૌથી મોટો કાઉન્ટર-ઇન્ટેલિજન્સ દંડો ગણવામાં આવી રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…