એપલને મોટો ઝટકો: યુકેમાં એપ સ્ટોર ફી માટે ₹1,75,43,34,00,000 નો ભારે દંડ

ટેક જગતમાંથી એક મોટો ધડાકો સામે આવ્યો છે. વિશ્વની અગ્રણી ટેક કંપની Appleને યુકેમાં એપ સ્ટોર ફી અને બજાર દુરુપયોગના આરોપોમાં દોષિત ઠરાવીને લગભગ £1.5 બિલિયન (અંદાજે ₹1,75,43,34,00,000)નો ભારી દંડ ફટકારવામાં આવ્યો છે.

આ નિર્ણય કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ (CAT) દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે એપલે પોતાની બજાર શક્તિનો દુરુપયોગ કરીને ડેવલપર અને ગ્રાહકો બંનેને નુકસાન પહોંચાડ્યું છે.

CATનો નિર્ણય શું કહે છે?
CATના અહેવાલ મુજબ, ઓક્ટોબર 2015થી ડિસેમ્બર 2020 સુધી, Appleએ એપ વિતરણના ક્ષેત્રમાં સ્પર્ધાને પ્રતિબંધિત કરી હતી. કંપનીએ ડેવલપર્સ પાસેથી 30% સુધીની વધુ પડતી કમિશન ફી વસૂલી હતી, જ્યારે એપલ દાવો કરતું હતું કે તે ફક્ત 17.5% સુધીની ફી લે છે. પરિણામે, ડેવલપર્સ અને ગ્રાહકો બંને પર વધારાનો નાણાકીય બોજ પડ્યો હતો.

કેસનો આરંભ અને આરોપો
આ કેસ બ્રિટિશ શૈક્ષણિક રશેલ કેન્ટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે Appleએ એપ સ્ટોર અને ઇન-એપ ખરીદી સિસ્ટમમાં એકાધિકાર જાળવી રાખીને સ્પર્ધાને દબાવી નફો કર્યો. કેંટના વકીલોએ દલીલ કરી કે એપલની 100% માર્કેટ કંટ્રોલ સ્થિતિએ વિકાસકર્તાઓને મજબૂરીમાં વધારે ફી ચૂકવવાની ફરજ પાડી.

Appleનો પ્રતિભાવ
એપલે આ નિર્ણયને “ખોટી અર્થઘટન” ગણાવી અપીલ કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું “એપ સ્ટોર વિશ્વભરના ડેવલપર્સને સફળ થવામાં મદદ કરે છે અને વપરાશકર્તાઓને સુરક્ષિત અનુભવ આપે છે. આ નિર્ણય એ સિસ્ટમને નબળી પાડે છે, જે કરોડો લોકોને સલામત ડિજિટલ પ્લેટફોર્મ પૂરો પાડે છે.” કંપની આગામી અઠવાડિયામાં અપીલ માટે અરજી કરશે.

ટેક ઉદ્યોગ માટે મિસાલરૂપ કેસ
યુકેની “ક્લાસ-એક્શન” સિસ્ટમ હેઠળ ટેક કંપની સામે આ પ્રકારનો પહેલો મોટો કેસ છે. નિષ્ણાતોના મતે, આ નિર્ણય ગૂગલ અને અન્ય ટેક દિગ્ગજો માટે એક મિસાલ બની શકે છે. હાલમાં ગૂગલ સામે પણ ડેવલપર ફી સંબંધિત સમાન કેસ પેન્ડિંગ છે, જે 2026માં શરૂ થવાનો છે. આ ઉપરાંત, એપિક ગેમ્સ અમેરિકામાં એપલ સામે સમાન કેસ લડી રહી છે.

અસર શું પડશે?
આ નિર્ણય બાદ એપલના શેરોમાં થોડો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલું ટેક ઉદ્યોગના એકાધિકાર વિરોધી નિયમન (Antitrust Regulation)ને વધુ મજબૂત બનાવશે અને અન્ય દેશોમાં પણ સમાન તપાસ શરૂ થઈ શકે છે.

યુકેની અદાલત દ્વારા ફટકારાયેલા ₹1.75 લાખ કરોડના દંડથી એપલની નીતિઓ અને એપ સ્ટોર મોડલ પર પ્રશ્નો ઊભા થયા છે. આ કેસ ફક્ત Apple માટે નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ ટેક ઉદ્યોગ માટે નિયમન અને પારદર્શિતા તરફનું એક મોટું પગલું સાબિત થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે નાગરિકોને ધ્યાન રાખવા સૂચના આપી

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના ઊભી થઈ છે. IMD દ્વારા ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. આગામી…

સુપ્રીમ કોર્ટે મોહમ્મદ શમીને નોટિસ ફટકારી, હસીન જહાંની ટ્રાન્સફર અરજી પર માંગ્યો જવાબ

મોહમ્મદ શમીને સુપ્રીમ કોર્ટે બુધવારે નોટિસ ફટકારી છે, જે હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં છે. હસીન જહાંએ કોલકાતામાં દાખલ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવા માંગ કરી છે, જેમાં…