એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે એક બાંગ્લાદેશી નાગરિક આઝાદ મલિક ઉર્ફે અહેમદ હુસૈન આઝાદને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. આરોપી પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશના નાગરિકો માટે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ બનાવ્યા હતા, જેને કારણે દેશની આંતરિક સુરક્ષાને મોટો ખતરો ઉભો થયો છે.
શું છે સમગ્ર મામલો?
ED અનુસાર, આઝાદ મલિક પૈસાના બદલામાં બાંગ્લાદેશી નાગરિકોને ભારતના નાગરિક તરીકે ઓળખાવતાં દસ્તાવેજો, જેમ કે પાસપોર્ટ, આધાર કાર્ડ વગેરે બનાવવામાં સામેલ હતો. મલિક સામે આગળની કાર્યવાહી માટે મંગળવારે કોલકાતાની PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 13 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન મળેલા પુરાવા
– EDએ પશ્ચિમ બંગાળના સાત સ્થળોએ દરોડા પાડી હતા જેમાંથી મલિકની ધરપકડ થઈ.
– દરોડા દરમિયાન EDએ:₹13.45 લાખની રોકડ રકમ
– ઘણા ગુનાહિત દસ્તાવેજો
– ડિજિટલ ઉપકરણો (મોબાઇલ, પેન ડ્રાઈવ, લેપટોપ વગેરે) જપ્ત કર્યા છે.
કયા કાયદા હેઠળ નોંધાયો ગુનો?
આઝાદ મલિક વિરુદ્ધ: પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) વિદેશી અધિનિયમ, 1946 તેમજ વિવિધ દસ્તાવેજો સાથે છેતરપિંડી કરવાના ગુનાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે.
EDનું નિવેદન
EDએ નિવેદનમાં જણાવ્યું કે, “આઝાદ મલિક દ્વારા બનેલ નકલી દસ્તાવેજો અને નાગરિકતાના ભ્રમજનક પુરાવાઓ રાષ્ટ્રીય સુરક્ષાને પડકાર આપી રહ્યા છે. તે માત્ર પૈસાની લાલચમાં આવા કાર્યો કરે છે, પરંતુ દેશની ઓળખ પ્રણાલી સાથે રમે છે. વધુ આરોપીઓની ઓળખ કરવા માટે તપાસ ચાલુ છે.”






