શેખ હસીનાના ભાષણ બાદ બાંગ્લાદેશ સરકારે ભારતને ચેતવણી આપી

હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીનાના વિસ્તૃત ભાષણને લઇને ભારત સરકારને સખત ચેતવણી આપી છે. બાંગ્લાદેશ સરકારની આ ચેતવણી બંને દેશોના સંબંધો પર નવી તાણ અને ચર્ચા ઉભી કરી રહી છે.

શું બન્યું?
પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ 23 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું, જેમાં તેઓએ પોતાના સમર્થકો અને જનતાને હિંસા અને આંદોલન માટે પ્રેરણા આપી હોવાનું બાંગ્લાદેશી સરકારે જણાવ્યું છે.
ઢાકાએ આ બાબતે આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કર્યો છે અને કહ્યું કે આ હિંસાપરક નિવેદનો બાંગ્લાદેશની શાંતિ, સુરક્ષા અને લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર ખતરો છે.

આગામી ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાનો આશંકા
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. વચગાળાની સરકારનું માનવું છે કે, શેખ હસીનાના આવા ભડકાઉ નિવેદનો ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભા કરવા માટેની ષડયંત્રનો ભાગ છે.

ભારત પર નિશાન
ઢાકાએ કહે છે કે, “વારંવારની વિનંતીઓ અને દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હોવા છતાં ભારતે શેખ હસીનાને સોંપ્યા નથી. તેની જગ્યાએ, તેમને ભારતીય ધરતી પરથી બાંગ્લાદેશ વિરુદ્ધ બોલવાની મંજૂરી આપી છે, જે સાર્વભૌમત્વ અને સારા પડોશી સંબંધોના સિદ્ધાંતોના વિરોધમાં છે અને તેનાથી અમારી જનતાનું અપમાન થયું છે.”

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…