એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમનું જશ્ન ચાલુ છે. સુપર 4 તબક્કામાં ટીમ ઈન્ડિયાએ આજે (24 સપ્ટેમ્બર, 2025) બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બાંગ્લાદેશ સામે ભારતની આ સતત પાંચમી જીત છે, જે ટીમની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
ભારતની બેટિંગની વાત કરીએ તો…
બાંગ્લાદેશના કેપ્ટન ઝાકિર અલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયામાં અભિષેક શર્મા અને શુભમન ગિલે મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે બંનેએ 77 રનનું જોડાણ બનાવ્યું. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી અને 37 બોલમાં 75 રન બનાવ્યા. શુભમન ગિલે 29 રન કર્યા. હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 38 રનનો યોગદાન આપ્યું. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને બે વિકેટ ઝડપી, જ્યારે તન્ઝીહ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદ્દીને એક-એક વિકેટ લીધી.
બોલિંગમાં ભારતીય સ્પિનર્સનો જાદુ
ટાર્ગેટ 169 રનને લક્ષ્ય રાખતા બાંગ્લાદેશની ટીમની શરૂઆત સારી નહોતી. જસપ્રીત બુમરાહે તીવ્ર બોલિંગ કરી તન્ઝીદને ઝડપથી આઉટ કર્યો. સાઈફ હસન અને પરવેઝે એક મજબૂત ભાગીદારી બનાવી પરંતુ કુલદીપ યાદવે પરવેઝને ઓલઆઉટ કરીને બાંગ્લાદેશની આશા પર પાણી ફેરી દીધું. વરુણ ચક્રવર્તીએ પણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. કુલદીપએ 3 વિકેટ અને વરુણે 2 વિકેટ ઝડપી બાંગ્લાદેશને 127 રન સુધી અટકાવી દીધા.
ટીમમાં ફેરફારો અને હાલની સ્થિતિ
બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન લિતન દાસ ઈજાના કારણે આ મેચમાં હાજર નહોતા. તેમની જગ્યાએ ઝાકિર અલીને ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. બાંગ્લાદેશે આ મેચમાં ચાર ફેરફારો કર્યા હતા, જયારે ભારતે પોતાના પૂરા જોર સાથે શાનદાર ટીમ સાથે મેદાનમાં ઉતર્યું હતું.







