આંધ્ર પ્રદેશ: ભૂતપૂર્વ નાણામંત્રીનું મોટું નિવેદન: “ટીડીપી સરકારની NSD નીતિ રાજ્ય માટે ખતરનાક”

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ નાણામંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા બુગ્ગના રાજેન્દ્રનાથ રેડ્ડીએ રાજ્યની સરકારે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) નીતિ સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ નીતિને રાજ્યના આર્થિક ભવિષ્ય માટે “ખતરનાક” ગણાવી છે.

વિધાનસભામાં નિવેદન આપતા રાજેન્દ્રનાથ રેડ્ડીએ જણાવ્યું હતું કે ચંદ્રબાબુ નાયડુની નેતૃત્વવાળી TDP સરકારે જે રીતે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરો (NCDs) મારફતે નાણાં ભેગાં કરવા માટે ડાયરેક્ટ ડેબિટ મિકેનિઝમની ઍક્સેસ આપવા પગલાં ભર્યા છે, તે રાજ્યના કોન્સોલિડેટેડ ફંડ માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.

તેમણે જણાવ્યું કે, “જો ડાયરેક્ટ ડેબિટ મિકેનિઝમને મંજૂરી આપવામાં આવે છે, તો બોન્ડના કસ્ટોડિયનોને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયામાં રહેલા રાજ્યના નાણાંમાંથી સીધું ચુકવણી કરવાનો અધિકાર મળી જશે. આ નિર્ણય રાજ્યની નાણાકીય સલામતી માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે.”

YSRCP તરફથી આ મુદ્દે સરકાર સામે પ્રતિકાર નોંધાવતો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. પાર્ટીનું કહેવું છે કે આમ જનતાના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ નિર્ણય પર ફરીથી વિચાર કરે અને જરૂર પડે તો આ નીતિને પાછી ખેંચે.

Related Posts

ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી

ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ…

‘પરીક્ષા પે ચર્ચા 2026’: 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં, 1 ડિસેમ્બરથી સ્પર્ધા શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી-2026માં યોજાવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો –…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *