અમેરિકાએ હુથીઓ પર કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, 20 લોકોના મોત

અમેરિકાએ ફરી એકવાર યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવીને ઘાતક બોમ્બમારો કર્યો છે. અમેરિકા દ્વારા તાજેતરના હુમલાઓ હુથીઓના કબજા હેઠળના રાસ એસા તેલ બંદર પર કરવામાં આવ્યા છે. અમેરિકાના હવાઈ હુમલામાં 20 લોકો માર્યા ગયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે. હુથી બળવાખોરોએ આ હુમલાની માહિતી આપી છે. યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાઓની પુષ્ટિ કરી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સૂચના મળ્યા બાદ, અમેરિકન સેના 15 માર્ચથી હુથી બળવાખોરો સામે ઝડપી હુમલાઓ કરી રહી છે. અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં માર્યા ગયેલા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. હુથી બળવાખોરોની ન્યૂઝ ચેનલે હુમલા પછીની ઘટનાના ગ્રાફિક ફૂટેજ પ્રસારિત કર્યા હતા, જેમાં ઘટનાસ્થળે મૃતદેહો પથરાયેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:  અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ઝૂક્યા ! આપ્યું આ મોટું નિવેદન

અમેરિકન સેનાએ શું કહ્યું?
યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઈરાન સમર્થિત હુતી આતંકવાદીઓ માટે ઇંધણના આ સ્ત્રોતને દૂર કરવા અને તેમને તે ગેરકાયદેસર આવકથી વંચિત રાખવા માટે યુએસ સેનાએ આ કાર્યવાહી કરી છે.” તેમાં કહેવામાં આવ્યું છે કે, “આ હુમલાનો હેતુ યમનના લોકોને નુકસાન પહોંચાડવાનો નહોતો. યમનના લોકો હુથીઓથી મુક્તિ ઇચ્છે છે અને શાંતિથી રહેવા માંગે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ…

Sim Binding નિયમ અંગે: ભારત સરકાર સુચવે છે સમયમર્યાદા લંબાવવાની તૈયારી

ભારત સરકારે મેસેજિંગ એપ્સ માટે સિમ બાઈડિંગ નિયમો લાગુ કરવાની સમયમર્યાદા લંબાવવાની યોજના બનાવતા ટેલિકોમ વિભાગે સંકેત આપ્યો છે. પહેલાં ફેબ્રુઆરી 2026 સુધીનો સમય મર્યાદા નક્કી કરાયો હતો, હવે તેને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *