બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સલામત

Air Indiaની દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઈટ AI2651 સાથે બુધવારે લેન્ડિંગ દરમિયાન ‘ટેલ-સ્ટ્રાઈક’ની ઘટના બની હતી. સદભાગ્યે પાઈલટની સતર્કતા અને કુશળતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને વિમાનમાં સવાર તમામ 181 મુસાફરો તેમજ ક્રૂ સભ્યો સુરક્ષિત રહ્યા હતા. એરલાઈન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 21 મેના રોજ દિલ્હીથી ઉડાન ભરનાર ફ્લાઈટનું Airbus A321 બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ‘ગો-અરાઉન્ડ’ પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન વિમાનના પાછળના ભાગનો રનવે સાથે સંપર્ક થતાં ‘ટેલ-સ્ટ્રાઈક’ની ઘટના બની હતી.

ઘટના બાદ વિમાનને તાત્કાલિક વધુ તકનિકી તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. આ કારણે બેંગલુરુથી દિલ્હી જતી પરતની ફ્લાઈટ AI2652 પણ રદ કરવામાં આવી હતી. અસરગ્રસ્ત મુસાફરો માટે એરલાઈન દ્વારા વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. એરલાઈનનું કહેવું છે કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે.

તાજેતરના સમયમાં એર ઈન્ડિયાની કેટલીક ફ્લાઇટ્સ સાથે જોડાયેલી ઘટનાઓ સામે આવતા મુસાફરોમાં સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું એરલાઈન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

 

 

 

  • Related Posts

    ઢાઢર નદીના બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થવાના આક્ષેપ, ₹500ની કથિત લેવડદેવડનો video સામે આવતા ખળભળાટ

    ગુજરાતમાં બ્રિજ અને જાહેર માર્ગોની સલામતીને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ઢાઢર નદીના એક બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથેનો video સોશિયલ મીડિયા પર સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોને લઈને ₹500ની કથિત લેવડદેવડના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે. આ video સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. જોકે, સામે આવેલા આક્ષેપો અને videoમાં દર્શાવવામાં આવેલી બાબતોની સત્તાવાર તપાસ અથવા સ્વતંત્ર પુષ્ટિ અંગે હાલ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. તેથી સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે કે ઓવરલોડ વાહનોને નિયમવિરુદ્ધ રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા કે નહીં અને ₹500ની કથિત લેવડદેવડ ખરેખર થઈ હતી કે કેમ. ઢાઢર…

    Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

    Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…