Ahmedabad :ભગવા સેનાના કાર્યકરોએ પેલેડિયમ મોલમાં તોડ્યું ક્રિસમસ ટ્રી, થયો હોબાળો

નાતાલ પર્વને લઈ અનેક જગ્યાઓ પર ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે. આ સાથે જ લાઇટો ગોઠવી અને નાતાલની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નાતાલ પર્વ દરમિયાન પેલેડિયમ મોલમાં પણ ક્રિસમસ ટ્રી સહિતની વસ્તુઓ ગોઠવી અને ક્રિસમસ થીમથી શણગારવામાં આવ્યું હતું. ત્યારે ભગવા સેનાના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને ડેકોરેશન કરેલ ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરવામાં આવ્યું હતું.

હિદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીનો એક તરફ વિરોડ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હિન્દુ સંગઠનના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને મોલમાં લગાવેલ ક્રિસમસ ટ્રી દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને પેલેડિયમ મોલમાં ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરનારની અટકાયત કરવામાં આવી હતી.

શું કહ્યું ભગવા સેનાના પ્રદર્શનકારીઓએ ?
આ સમગ્ર મામલે ભગવા સેનાના પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે, ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવેલા શણગારથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે અને આપણાં ભારતની આગવી સંસ્કૃતિ છે, જેમાં વિદેશી તહેવાર ઉજવવા યોગ્ય નથી. સનાતન વાળા દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થવો જ ના જોઈએ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા વકીલોમાં રોષ, મતદાન મથકને લઇ વિરોધ

આગામી 6 માર્ચ, 2026ના રોજ ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી યોજાવાની છે. હાઈકોર્ટ સિવાયના વકીલો માટે મતદાન મથક યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવ્યું છે, જેને લઈને વકીલોમાં રોષ ફેલાયો છે. વકીલોની ફરિયાદ…

વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર

ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત…