પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સીમા હૈદર પણ સતત ચર્ચામાં છે. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ સીમાના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે સીમાના પરિવારે અને તેમના પાડોશીએ આરોપીને પકડી પાડ્યો અને પોલીસના હવાલે કર્યો. મહત્વનીઓ વાત એ છે આરોપી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ ગુજરાતથી બસ દ્વારા અહીં આવ્યા હતા. જ્યારે તે સીમા હૈદરના ઘરે પહોંચ્યો ત્યારે તેણે દરવાજો બંધ જોયો. તેણે દરવાજો ખખડાવ્યો, ત્યારબાદ સીમાએ દરવાજો ખોલ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીએ સીમાનું ગળું દબાવવા અને તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન લોકો ત્યાં ભેગા થઈ ગયા. ઘટનાની માહતી મળતા જ રાબુપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી આરોપીને કસ્ટડીમાં લીધો છે.
આરોપીની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આરોપી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી છે. ઓળખ તેજસ જાની તરીકે થઈ છે, જે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબી હોસ્પિટલ પાસે રહેતા જયેન્દ્ર ભાઈનો પુત્ર છે. આ સાથે જ તેમણે સીમા હૈદર પર આરોપ પણ લગાવ્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં આરોપી માનસિક બીમાર હોય તેવું લાગી રહ્યું છે. આરોપીએ કહ્યું કે સીમા હૈદરે તેના પર બ્લેક મેજિક કર્યું છે.
વધી ઘરની સુરક્ષા
આ ઘટનાને લઈને સીમા હૈદર અને સચિન મીણાના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીમા હૈદર 2023 માં પાકિસ્તાનથી નેપાળ થઈને રોડ માર્ગે ભારત આવી હતી. તેણીએ દાવો કર્યો હતો કે PUBG રમતી વખતે તેણી ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન સાથે પ્રેમમાં પડી ગઈ હતી. બંનેના લગ્ન પણ થઈ ગયા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






