અમદાવાદને વધુ એક બ્રિજની ભેટ, 74 કરોડના ખર્ચે પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બનશે બ્રિજ

અમદાવાદ શહેરમાં પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજ બનશે. અંદાજીત 74 કરોડના ખર્ચે પાંજરાપોળ બ્રિજ બનાવવાની કામગીરીનીં શરૂઆત થઈ ગઈ છે. હાઈકોર્ટની લીલીઝંડી બાદ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજની કામગીરીના બેનર અને નોટિસ લગાવી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રણજિત કન્સ્ટ્રકશનને ફલાયઓવર બ્રિજનું કામ સોંપવામાં આવ્યું છે. કંપની દ્વારા કામગીરી શરુ કરતાં સ્થાનિકોને અવરજવર માટે મુશ્કેલી ના પડે માટે નોટિસ લગાવવા સાથે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજની કામગીરીમાં અંદાજે 3 વર્ષ જેટલો સમય લાગવાનું અનુમાન છે.

આ પણ વાંચો :- આવતીકાલે વડાપ્રધાન મોદી આવશે ગુજરાતનાં પ્રવાસે, સ્વાગતને લઈને તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં શહેરની મધ્યમાં આવેલ છે. લોકોને અવરજવર કરવા તેમજ ઓફિસના સમય દરમિયાન આ માર્ગ પર વધુ ટ્રાફિક રહે છે. અને એટલે જ ફલાયઓવર બનતાં લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. 74 કરોડના ખર્ચે પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજ બનશે. બ્રિજની લંબાઈ 650 અને પહોળાઈ 17 મીટર રહેશે. પાંજરાપોળ પરનો ફલાયઓવર 2 લેન પર બનશે. બ્રિજની કામગીરી દરમિયાન સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડશે. પરંતુ બ્રિજની કામગીરી પૂર્ણ થતાં અંદાજીત દોઢ લાખ અમદાવાદીઓને ભારે ટ્રાફિકથી રાહત મળશે.

અમદાવાદમાં વસ્તી કૂદકેને ભૂસકે વધારો થતાં સવારથી લઈને મોડી સાંજ સુધી માર્ગો પર ટ્રાફિકનું ભારણ રહે છે. એટલે જ તંત્ર દ્વારા શહેરમાં હેવી ટ્રાફિક રોડ પર બ્રિજ બનાવવાની યોજના હાથ ધરાઈ. હાલમાં શહેરના વેપારી રોડ તરીકે પ્રચલિત સિંધુ ભવન પર બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સિંધુ ભવન પર સિક્સલેન બ્રિજ બનશે. સિકસ લેન બ્રિજ બનવામાં 3 વર્ષથી વધુનો સમય લાગવાનો અંદાજ છે. ત્યારે શહેરની અંદર વધુ એક બ્રિજને લઈને હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી બનતાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજ બનશે.

Follow us On Social Media

🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે! જામનગર મનપાની ટ્યુશન ક્લાસ પર મોટી કાર્યવાહી

    જામનગરમાં તંત્રની લાલ આંખ: ફાયર NOC વગર ધમધમતા ૩ ટ્યુશન ક્લાસ સીલ, સંચાલકોમાં ફફડાટ! જામનગર: તાજેતરના વર્ષોમાં દેશભરમાં કોચિંગ સેન્ટરોમાં બનેલી દુર્ઘટનાઓને પગલે જામનગર મહાનગરપાલિકા (JMC) ના ફાયર વિભાગ દ્વારા…

    ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

    ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *