રાજકોટ સમૂહલગ્ન ઠગાઈમાં ઢીલી તપાસ, આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર

રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈમાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે જેમાં મુખ્ય સૂત્રધાર સહિત 2 લોકો પોલીસ પકડથી દૂર છે,પોલીસ હજી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી,મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દૂર છે.તો ઝડપાયેલા 4 આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર છે. દીપક હિરાણી,દિલીપ ગોહેલ,મનીષ વિઠલાપરા,દિલીપ વરસડા રિમાન્ડ પર છે.

-> આરોપીઓ ફરાર થયાં :- ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા રજળી પડયા હતા તો પોલીસે અને સામાજિક આગેવાનોએ તમામ પ્રસંગની જવાબદારી લઈને લગ્ન પૂર્ણ કરાવ્યા હતા.

ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવવાના બહાને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા અને તેમની ટીમે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા, પરંતુ લગ્નના દિવસે આયોજકો લગ્ન સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા. જેના કારણે અનેક યુગલો અને તેમના પરિવારજનો રસ્તા પર રઝળી પડ્યા હતા.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *