અંદાજીત રૂ.7 કરોડના ખર્ચે રાજ્યની સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને હાઇએન્ડ માઇક્રોસ્કોપ મળ્યા

-> 4 હજારથી વધુ ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે :

-> હાઇ-એન્ડ માઇક્રોસ્કોપના ફાયદા :

 ⦁ ઉચ્ચ-ગુણવત્તાવાળી ઝૂમ ટેકનોલોજી, ઓપરેશન દરમિયાન ટિશ્યૂના ઝીણાં ભાગો સ્પષ્ટ રીતે જોઇ શકાશે

⦁ જન્મજાત બહેરાશ માટે કોક્લિઅર ઈમ્પ્લાન્ટ સર્જરી, માથાના આંતરિક ભાગે થતી ગાંઠો માટે સ્કલ બેઝ સર્જરી, નાના તથા મોટા મગજમાં થતી ગાંઠો દૂર કરવા તથા ચહેરાની નસની નબળાઈ કે ઈજા માટેની સર્જરી માટે વિશેષ ઉપયોગી નિવડશે

⦁ રિયલ-ટાઈમ ઇમેજિંગ ટેકનોલોજી, જે સર્જનને વધુ ચોકસાઈથી કાર્ય કરવામાં મદદ કરશે

⦁ ઓછી ઇજા, ઓછું બ્લડ લોસ અને દર્દીઓને ઝડપી સાજો થવાનો લાભ મળશે


રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગની સેવાઓને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. રાજ્યની 7 GMERS સંલ્ગન હોસ્પિટલમાં અત્યાધુનિક નવીન હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અંદાજીત રૂ. 7 કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલ આ હાઇ-એન્ડ માઇક્રોસ્કોપ દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. આ માઈક્રોસ્કોપના પ્રત્યેક યુનિટની કિંમત આશરે 1 કરોડ રૂપિયા છે. ગુજરાતની સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને આ આધુનિક ઉપકરણ મળ્યું છે.

આ માઈક્રોસ્કોપ દ્વારા GMERS મેડિકલ હોસ્પિટલને “સેન્ટર ઓફ એક્સેલન્સ” તરીકે વિકસાવવાની દિશામાં પ્રેરણા મળશે. ગુજરાતના નાગરિકોને વિદેશી સ્તરની તબીબી સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે.આ સુવિધાથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, મહિસાગર, જુનાગઢ, વલસાડ, નવસારી, ડાંગ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લાના આશરે 4 હજારથી વધુ ગામોને આરોગ્યલાભ મળશે. આ માઈક્રોસ્કોપ પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL), જે ભારત સરકારની મહારત્ન કંપની છે, તેના સી.એસ.આર. (Corporate Social Responsibility) યોજના અંતર્ગત રાજ્ય માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પાવરગ્રિડ વીજ પરિવહન (power transmission) ક્ષેત્રે મહત્વનું કાર્ય કરે છે અને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસ માટે સામાજિક દાયિત્વને પણ પૂર્ણ કરે છે.

-> આધુનિક માઈક્રોસ્કોપની વિશેષતાઓ :

• ઊચ્ચ-ગુણવત્તાવાળી ઝૂમ ટેકનોલોજી, ઓપરેશન દરમિયાન ટિશ્યૂના ઝીણાં ભાગો સ્પષ્ટ રીતે જોવા માટે.
• જન્મજાત બહેરાશ માટે કોક્લિઅર ઈમ્પ્લાન્ટ સર્જરી, માથાના આંતરિક ભાગે થતી ગાંઠો માટે સ્કલ બેઝ સર્જરી,નાના તથા મોટા મગજમાં થતી ગાંઠો દૂર કરવા એટલે કે સી.પી.એંગલ (મગજ)ની સર્જરી તથા ચહેરાની નસની નબળાઈ

-> કે ઈજા માટેની સર્જરી માટે વિશેષ ઉપયોગી :

• રિયલ-ટાઈમ ઇમેજિંગ ટેકનોલોજી, જે સર્જનને વધુ ચોકસાઈથી કાર્ય કરવામાં મદદ કરે.
• ઓછી ઇજા, ઓછું બ્લડ લોસ અને દર્દીઓને ઝડપી સાજો થવાનો લાભ.

  • Related Posts

    દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…

    SURAT : Axis.apk ફેક એપથી ₹1.10 કરોડની છેતરપિંડી, મુંબઈની ત્રિપુટી ઝડપાઈ Protection

    Surat : દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું: Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડની છેતરપિંડી, બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ Surat: સાયબર ક્રાઇમની દુનિયામાં ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન અને બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.Suratમાં 71 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ પાસેથી ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં તપાસ દરમિયાન ‘Axis.apk’ નામની ફેક એપ્લિકેશનનો ઉપયોગ થયાની વિગતો સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે પોલીસ તપાસમાં એક બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરની અનેક સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં થયો હોવાની માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ આ ખાતું 29…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *