ગુજરાતીઓને લીમખેડા હાઇવે પર નડ્યો અકસ્માત, મહાકુંભમાંથી પરત ફરતી વખતે 4ના મોત, 8 ઘાયલ

મહાકુંભમાંથી પરત ફરતી વખતે ગુજરાતીઓને લીમખેડા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. લીમખેડા પાલ્લી હાઇવે પર ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 8 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, પાલ્લી હાઇવે પર ઉભી રહેલી ટ્રક પાછળથી ટ્રાવેલરે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.

Related Posts

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: વડાપ્રધાન મોદીએ આજે દેશને આપ્યો વિકાસનો મંત્ર!

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: રાષ્ટ્રના નવનિર્માણ અને જનભાગીદારીનું પર્વ! આજે ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ૧૩૫મી આવૃત્તિ દ્વારા દેશવાસીઓને સંબોધિત…

આત્મનિર્ભર ગુજરાત તરફ વધુ એક ડગલું! અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નું ભવ્ય લોન્ચિંગ.

ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ: અમિત શાહે લોન્ચ કરી ‘ભારત ટેક્સી’ સેવા, ડ્રાઇવરો બનશે માલિક! અમદાવાદ: ગુજરાતના પરિવહન અને રોજગાર ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *