રાજ્યમાંથી ઠંડી થઈ રહી છે ગાયબ, માર્ચ સુધીમાં પારો 40 પર પહોંચશે?

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. એટલે કે, લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને બીજી તરફ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન હવે 10ની ઉપર નોંધાઈ રહ્યું છે. બપોરના સમયે તાપમાનનો પારો 35ને પાર કરી રહ્યો છે. આગામી સમયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય ગુજરાતમાં ક્યાંય માવઠાની કે કોઈ મોટી ચેતવણીની સંભાનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી નથી.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે બપોરે જે આગાહી કરી હતી તેમાં ત્રણ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની આગાહી કી હતી. જોકે, આ પછી તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આમ ધીમે-ધીમે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે.

હવામાન વિભાગે 14મી ફેબ્રુઆરીએ કરેલી આગાહીમાં રાજ્યમાં સૌથી નીચું નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે સૌથી ઊંચું મહત્તમ તાપમાન વેરાવળમાં 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં 7 દિવસ સુધી એટલે કે 21મી ફેબ્રુઆરી સુધી વરસાદની સંભાવનાઓ ન હોવાનું જણાવ્યું છે, આ સાથે જ કોઈ ચેતવણી ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મધ્ય ભાગમાં પહોંચ્યો છે. અને તેના અંત સુધીમાં હવે મહત્તમ તાપમાનમાં ફેરફારો થવાની શરુઆત થઈ ગઈ છે. માર્ચની શરુઆતથી તાપમાનમાં વધારો થઈને તે સમગ્ર રાજ્યમાં 37ની આસપાસ પહોંચી શકે છે.

Related Posts

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો Rule Defiance 2026

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો સુરેન્દ્રનગર: ગુજરાતના પ્રસિદ્ધ Tarnetar મેળા દરમિયાન ડ્રોન ઉડાડવા અંગેનો વિવાદ સામે આવ્યો છે. મેળાની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં મેળા વિસ્તારમાં ડ્રોન ઉડતા હોવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને મેળા દરમિયાન જાહેરમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી હતી કે નહીં અને જો પ્રતિબંધ હતો તો તેનો અમલ કેટલો અસરકારક રહ્યો તે અંગે ચર્ચા શરૂ થઈ છે. Tarnetarનો મેળો રાજ્યના જાણીતા લોકમેળાઓમાંનો એક છે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડનું સંચાલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા…

GSRTC : તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. Safe Journey

તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, પર્યાવરણ સુરક્ષા માટે બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરાશે ગાંધીનગર: GSRTC  ગુજરાતમાં તહેવારો અને ધાર્મિક મેળાઓની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અને યાત્રા માટે પહોંચતા હોય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને સુગમ, સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે GSRTCની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સરળ અને સુગમ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *