IPL 2025 આ તારીખથી થશે શરૂ, પહેલી મેચ KKR-RCB, જાણો ક્યારે રમાશે ફાઈનલ

દુનિયાભરના ક્રિકેટ ચાહકો IPLની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025 માટે મેગા ઓક્શન ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયું હતું, જેમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમની ટીમોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. હવે દર્શકો ફક્ત IPLની આગામી સીઝનની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,IPAનું આયોજન કરનાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી IPL 2025 ના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરી નથી.

જોકે, એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓ સાથે મુખ્ય મેચોની તારીખો શેર કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 18મી આવૃત્તિ 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે. IPL 2025 ની શરૂઆતની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિ યન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે.

IPL 2024 ની રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પણ તેમના અભિયાનની શરૂઆત હોમ ગ્રાઉન્ડ (રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ) થી કરશે. તેઓ 23 માર્ચ, રવિવારના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે.

બપોરે શરૂ થનારી આ મેચ આ સિઝનમાં SRH માટે પહેલી ઘરઆંગણેની મેચ હશે. ગયા સીઝનની જેમ, IPL 2025 માં પણ, ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ માટે બીજું ઘરેલું સ્ટેડિયમ હશે. રોયલ્સ ત્યાં બે મેચ રમશે, 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને 30 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે.

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *