ગુજરાતમાં ઠંડીની ધીરે ધીરે વિદાય, પવનોની દિશા બદલાતા ઠંડીથી રહેશે રાહત

ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે. આ મહિનાના અંત સુધીમાં ઠંડી વિદાય લેશે તેવી સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે વહેલી સવારે આવતી ફ્લાઇટ 1-2 કલાક મોડી ચાલી રહી છે. આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી.

હાલ સિઝન બદલાઈ રહી છે. જેમાં જમીન પર થોડી ગરમી વધી રહી છે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે. મહત્તમ તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી શરૂ થશે. ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

Related Posts

⛈️ સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર

સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ – નદી-નાળા છલકાવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.…

🌧️ ભારે વરસાદથી તાપી ઠપ્પ! અનેક બ્રિજ પાણીમાં ડૂબ્યા

તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ 26 રસ્તા બંધ – લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરાયો   ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે તાપી જિલ્લામાં પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *