ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓની અટકાયત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

ગુજરાત સરકારે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 50 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે.થોડા દિવસ પહેલા અમેરિકાએ પણ ગુજરાતીઓ સહિત ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. જેની ચર્ચા આખા દેશમાં ચાલી હતી.

તો હવે આજે ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે. હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સુકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

આ ભારતીયોને લઈને યુએસ આર્મીનું વિમાન પંજાબના અમૃતસર પહોંચ્યુ હતુ ત્યાંથી 33 ગુજરાતીને ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. પરત આવેલા ગુજરાતીઓને પોલીસની ખાસ ટીમ તેમના જિલ્લામાં લઈ જઈને ઘરે પહોંચાડ્યા હતા. ઇમિગ્રેશન અને એરપોર્ટ પોલીસે તમામની સત્તાવાર રીતે અટકાયત કરી તેનો હવાલો સ્થાનિક પોલીસને સોંપવામાં આવશે.

Related Posts

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો Rule Defiance 2026

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો સુરેન્દ્રનગર: ગુજરાતના પ્રસિદ્ધ Tarnetar મેળા દરમિયાન ડ્રોન ઉડાડવા અંગેનો વિવાદ સામે આવ્યો છે. મેળાની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં મેળા વિસ્તારમાં ડ્રોન ઉડતા હોવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને મેળા દરમિયાન જાહેરમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી હતી કે નહીં અને જો પ્રતિબંધ હતો તો તેનો અમલ કેટલો અસરકારક રહ્યો તે અંગે ચર્ચા શરૂ થઈ છે. Tarnetarનો મેળો રાજ્યના જાણીતા લોકમેળાઓમાંનો એક છે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડનું સંચાલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા…

GSRTC : તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. Safe Journey

તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, પર્યાવરણ સુરક્ષા માટે બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરાશે ગાંધીનગર: GSRTC  ગુજરાતમાં તહેવારો અને ધાર્મિક મેળાઓની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અને યાત્રા માટે પહોંચતા હોય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને સુગમ, સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે GSRTCની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સરળ અને સુગમ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *