અમદાવાદ: ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા દોડધામ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ

B INDIA અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છેલ્લા બે મહિનામાં અવરનવાર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે.

-> 100 કરતાં પણ વધુ ફ્લાઈટને ધમકી? :- દેશભરમાં છેલ્લા બે મહિનામાં 100 કરતાં પણ વધુ ફ્લાઈટને આ પ્રકારની ખોટી ધમકી મળી ચૂકી છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી.

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેમાં જેદ્દાહથી અમદાવાદ આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ ફલાઇટમાં ચકાસણી હાથ ધરી હતી.

ફલાઇટમાં ચકાસણી બાદ શંકાસ્પદ કશું ન મળતાં સુરક્ષા એજન્સીઓએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક પોલીસ, સુરક્ષા એજન્સીઓ તેમજ ફાયર વિભાગે ઘટનાના પગલે એરપોર્ટ પર બેઠક કરી છે. ધમકીને પગલે એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *