સુરતમાં ચોરીનો ભેદ ઉકેલાયો, બે સગા ભાઈની કરાઈ ધરપકડ

B INDIA સુરત : સુરતનાં મંદિર-જૈન દેરાસરમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાજસ્થાન ખાતેથી સુરતમાં કડીયાકામ અને છૂટક મજૂરી કરવા આવેલા બે સગા ભાઈઓ મંદિરોને ટાર્ગેટ કરી હતી. આરોપીઓ ચોરી કરતા હોવાની માહિતીના આધારે પોલીસે આંતરરાષ્ટ્રીય મંદિર ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા.અને તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ સાથે સુરતમાં થયેલી બે મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

સુરતનાં એક જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી. વેસુ ગામ, મંદિર ફળિયામાં આવેલ આશાપુરી માતાના મંદિરના ગર્ભ-ગૃહમાંથી ભગવાનની અમૂલ્ય મૂર્તિઓ, પંચધાતુનો મુગટ, છત્ર, ચાંદીની પાદુકા તેમજ મંદિરની દાન પેટીમાંથી રોકડ ચોરી કરનાર ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.હાલમાં તેઓ રોજીરોટી માટે રાજસ્થાનથી આવી સુરતમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

આ ગેંગના બે સભ્યો હાલ બે આરોપી ભટ્ટી કાર્ટિંગથી સરદાર માર્કેટ જતા રોડ પાસેથી પકડી પાડી ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પકડાયેલા બંને આરોપી મૂળ રાજસ્થાનના વતની છે અને બંને સગા ભાઈ છે. તેઓ સુરત શહેર ખાતે નવી બંધાતી સાઈટ ઉપર તેમના વતનના સાગરીતો રોહિત અને લક્ષ્મણ નામના ઈસમો સાથે મજૂરી કામ કરે છે અને સાઈટ ઉપર જ રહે છે.

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *