યાત્રાધામ પાવાગઢમાં રોપ-વે સેવા રહેશે બંધ, જાણો કેટલા દિવસ માટે સેવા સ્થગિત કરાઈ

B INDIA પાવાગઢ : યાત્રાધામ પાવાગઢ જવા ઇચ્છતા ભક્તો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 13 દિવસ એટલે કે, 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પગપાળા ચઢીને જવું પડશે. મેઈન્ટેનેન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક મેઈન્ટેનેન્સની કામગીરી કરવામાં આવે છે. રોપ-વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા એન્યુઅલ મેઈન્ટેનેન્સ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે આગામી 13 દિવસ માટે રોપ વે બંધ રહેશે. યાત્રિકોએ પગપાળા માતાજીના દર્શને જવું પડશે.મહત્ત્વનું છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

રાજ્યના ખુણેખુણેથી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે મેઈન્ટેનેન્સની કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. મેઈન્ટેનેન્સની કામગીરી પૂર્ણ થયા બાદ પાવાગઢ આવતાં ભક્તો માટે રોપ-વે રાબેતા મુજબ શરૂ થશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

Related Posts

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

ગુજરાત પોલીસમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ આગામી 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર મેળવી શકશે. ગુજરાતમાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ સાથે ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે તેમણે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસી લેવી પડશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય,…

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *