સુરતમાં ગોઝારો અકસ્માત, બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત

સુરતના હજીરા ખાતે ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બંને વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહન પલ્ટી મારી ગયા હતા. ANMS કંપનીની બસમાં 50 જેટલા કર્મચારીઓ હતા. જેમાંથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 30જેટલા લોકો ઘાયલ થયા છે.

 

હજીરા વિસ્તારમાં સવારે આર્સેલર મિત્તલ કંપનીની બસ કર્મચારીઓને લઈ જઈ રહી હતી. તે દરમ્યાન ડમ્પર અને આર્સેલર મિત્તલ કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલીક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે 30 થી વધુ લોકોને ઈજાઓ થવા પામી હતી. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા.

 

મળતી માહિતી મુજબ, પુરઝડપે આવતા ડમ્પરે બસને એટલી જોરદાર ટક્કર મારી કે ટક્કર થતાંની સાથે જ બસમાંથી 3 વ્યક્તિ બહાર ફંગોળાઇ ગયા. અકસ્માતના પગલે રસ્તા પર લોકોમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. બસમાં  AMNS કંપનીમાં કામ કરતા 50 જેટલા કામદારો હતા. જેમાંથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 30 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Related Posts

Delhi યુનિવર્સિટી ચૂંટણી પરિણામ 2026: ABVPએ 4માંથી 3 બેઠકો જીતી, અપક્ષ દીપાંશુ શોકીને ઉપાધ્યક્ષ પદ કબજે કર્યું

નવી દિલ્હી : Delhi યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ચૂંટણી 2026ના પરિણામો જાહેર થઈ ગયા છે. 20 રાઉન્ડની મતગણતરી બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ડૂસુની ચાર મુખ્ય બેઠકોમાંથી ત્રણ પર જીત મેળવી છે. ABVPએ અધ્યક્ષ, સચિવ અને સંયુક્ત સચિવની બેઠકો પોતાના નામે કરી છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શોકીને જીત મેળવી છે. આ વખતે ડૂસુના ચારેય કેન્દ્રીય પદોમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ને એક પણ બેઠક મળી નથી. ચૂંટણીમાં ABVP, NSUI, AISA-SFI ગઠબંધન સહિત વિવિધ ઉમેદવારો મેદાનમાં હતા. યશ ડબાસ બન્યા ડૂસુના અધ્યક્ષ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ABVPના યશ ડબાસે જીત મેળવી છે. તેમને કુલ 24,576 મત મળ્યા હતા. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી NSUIના વિજય શંકર મીનાને 22,523 મત મળ્યા હતા. આ રીતે ડબાસે…

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, Life Save

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, 89 નવી Ambulance મૂકાશે Ambulance ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ ઝડપી અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે 108 ઇમરજન્સી Ambulance સેવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ અને અંતરના કારણે હાલમાં 108 Ambulanceને પહોંચવામાં રાજ્યના સરેરાશ સમય કરતાં વધુ સમય લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે આ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ 89 નવી એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે.રાજ્ય સરકારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વધુ ઝડપી બનાવવાનો છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને આશરે 10 મિનિટ સુધી લાવવાનું આયોજન કરવામાં આવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *