વડોદરાની પોદ્દાર સ્કૂલમાં હોબાળો, વિદ્યાર્થીઓને કાઢી મૂકતા વાલીઓમાં રોષ

વડોદરાની પોદ્દાર સ્કૂલમાં હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓને કાઢી મૂકવા ઉપરાંત શાળા સંચાલકોએ TC આપવાની ધમકી આપતા રોષે ભરાયેલા વાલીઓ ડીઈઓને રજૂઆત કરવા પહોચ્યા હતાં. વિદ્યાર્થીઓએ તેમણે પહેરલ શાળા યુનિફોર્મમાં સ્કૂલનો લોગો ના લગાવ્યો હોવાથી તેમને કાઢી મૂકાયા હોવાનો સંચાલકો દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને હાકી કાઢવાની ઘટનામાં વાલીઓએ પોદાર શાળા અને સંચાલકો પર ગંભીર આરોપ લગાવ્યા. વાલીઓએ આક્ષેપ કર્યો કે પોદ્દાર સ્કૂલ ફક્ત ઓનલાઇન ડ્રેસ વેચે છે. અને શાળા દ્વારા વેચાતા કપડાં બહુ મોંઘા હોય છે. બે બાળકોના ડ્રેસની કિંમત રૂ.28 હજાર જેટલી થતી હોય છે. આથી જેમના બે બાળકો હોય તેમના માથે વધારે ખર્ચ આવે છે. સ્કૂલમાં મોંઘા કપડાં હોવાથી તેમણે બહારની દુકાનમાંથી કપડાં લીધા. શાળા દ્વારા અપાતા કપડાં મોંઘા હોવાથી તેમને આર્થિક રીતે સમસ્યાનો સામનો કરવો પડે છે. બહારના કપડાં પર સ્કૂલનો લોગો ન હોવાથી બાળકોને શાળાની બહાર કાઢી મુકાયા હતા.

 

પોદાર શાળાના સંચાલકોએ જે વિદ્યાર્થીઓના સ્વેટર પર લોગો ન હોય તેમનું સ્વેટર પણ ઉતારી દીધું. એકબાજુ સરકારે રાજ્યની તમામ શાળાને નિર્દેશ કર્યો છે કે વિદ્યાર્થીઓ કોઈપણ કલરના સ્વેટર પહેરી શકે છે. ત્યારે પોદાર શાળામાં સ્વેટર પર લોગો ના હોવાથી વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરી તેમના સ્વેટર ઉતારી લેવામાં આવ્યા છે.

 

વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તૂણંક કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. જ્યારે વાલીઓએ આ મામલે રજુઆત કરી ત્યારે તેમને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી અપાઈ હતી. શાળા અભ્યાસના બદલે અન્ય બાબતોમાં વધુ પડતો ખર્ચ કરાવતી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો. પોદાર શાળાના રોષે ભરાયેલા વાલીઓ વાલી મંડળની આગેવાનીમાં રજુઆત કરવા પહોચ્યા હતા.

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *