મોરબીમાં મનપાની દબાણ હટાવો ઝુંબેશ, પોલીસની હાજરીમાં કરાઈ કાર્યવાહી 

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબીવાસીઓ માટે ટ્રાફિકનો પ્રશ્ન મુખ્ય છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર ખડકી દેવામાં આવેલ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા આજે સામાકાંઠા વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા હતા.

મોરબી મનપા કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આજે સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાની દબાણ હટાવો ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. રોડ સાઈડમાં આવેલ લારી ગલ્લા અને પતરા સહિતના દબાણો દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

શહેરના મુખ્ય 28 કિલોમીટર રસ્તાઓ પરના તમામ દબાણો દુર કરવામાં આવશે. તેમ કમિશ્નર ખરેએ જણાવ્યું હતું તેમજ દબાણ હટાવવા પૂર્વે જાણ કરવામાં આવી રહી છે. જેથી નાગિરકો સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

મહત્વનું છે કે, મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહાપાલિકા તંત્ર દબાણો હટાવવાની કામગીરી કરી રહી છે. જેમાં અગાઉ શનાળા રોડ પરના દબાણો દૂર કર્યા બાદ વાવડી રોડ પર કામગીરી શરુ કરવામાં આવી હતી.

વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે રાખી શરુ કરીને જેસીબી દ્વારા નડતરતરૂપ ઓટલા, છાપરા અને બોર્ડ હટાવવામાં આવ્યા હતા. દબાણ હટાવો કામગીરીથી નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. અને આવી કામગીરી સતત થવી જોઈએ તેવી વાતો પણ લોકમુખે ચર્ચાય રહી છે.

Related Posts

Surat : કેદારનાથમાં ભારે વરસાદ વચ્ચે Suratના 11 યાત્રીઓ ફસાયા… Urgent

કેદારનાથમાં ભારે વરસાદ વચ્ચે Suratના યાત્રીઓ ફસાયા: અલથાણના રંજનબેને રડતાં-રડતાં ગુજરાત સરકાર પાસે મદદ માંગી, 14માંથી ત્રણનું હેલિકોપ્ટરમાં રેસ્ક્યૂ; 11 મુશ્કેલીમાં Surat ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે કેદારનાથ ધામની યાત્રા ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ છે. કેદારનાથ તરફ જતા માર્ગો પર વરસાદ, ભૂસ્ખલન અને કાટમાળ પડવાની ઘટનાઓને કારણે યાત્રીઓની અવરજવર પર અસર પડી રહી છે. આવી સ્થિતિ વચ્ચે Surat ના 14 જેટલા યાત્રીઓ કેદારનાથ વિસ્તારમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે.| પરિવારજનોના જણાવ્યા મુજબ, આ યાત્રીઓમાં Suratના અલથાણ વિસ્તારના લોકોનો પણ સમાવેશ થાય છે. પરિસ્થિતિ ગંભીર બનતા અલથાણના રંજનબેને રડતાં-રડતાં ગુજરાત સરકાર અને તંત્ર પાસે મદદની અપીલ કરી હોવાની માહિતી છે.મળતી માહિતી પ્રમાણે, ફસાયેલા 14 યાત્રીઓમાંથી ત્રણ યાત્રીઓને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા…

AMC : જો તમે પણ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છો, તો પાર્કિંગ માટે નહીં પડે મુશ્કેલી… Absolute Authority 1

AMC : જો તમે પણ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છો, તો પાર્કિંગ માટે નહીં પડે મુશ્કેલી અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા મુસાફરો માટે પાર્કિંગને લઈને મોટી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેટ્રો સ્ટેશનોની આસપાસ વાહન પાર્કિંગની સુવિધા ઊભી કરવા માટે પ્રથમ તબક્કામાં 9 પ્લોટ પસંદ કરવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાં કુલ 6,149 વાહનો પાર્ક થઈ શકશે. તેમાં 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર માટે જગ્યા ઉપલબ્ધ કરાવવાની યોજના છે. કુલ 36,890 ચોરસ મીટર જમીનનો ઉપયોગ આ સુવિધા માટે કરવામાં આવશે. -> મેટ્રો મુસાફરોને પાર્કિંગની મોટી સમસ્યામાંથી રાહત : અમદાવાદમાં મેટ્રોનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો રોજિંદી મુસાફરી માટે મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે અનેક મેટ્રો સ્ટેશનોની આસપાસ પોતાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *