સુરતમાં રોગચાળાએ માથુ ઉચક્યું, બે વર્ષનાં બાળકનું મોત

B INDIA સુરત : રાજ્યમાં બેવડી ઋતુને લઈને રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે સુરતમાં બે વર્ષીય બાળકનું મોત થયું છે. આ બાળક સિવિલ હોસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યું હતું. 14 જાન્યુઆરીએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. અને ત્યારબાદ બાળકની તબિયત સુધારા પર રહેતી ન હતી. અને આખરે તેણે જિંદગીનો દમ તોડી પાડયો હતો.

-> મચ્છરનું ઉત્પાદન વધ્યું ! :- ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

-> ઉકાળેલુ પીવુ જોઈએ પાણી :- બદલતા વાતાવરણને કારણે વાઇરલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

Related Posts

ઉત્તમ મોહંતીનું અવસાન: ઓડિયા સિનેમાના પીઢ અભિનેતા ઉત્તમ મોહંતીનું અવસાન, સીએમ માંઝીએ શોક વ્યક્ત કર્યો

ઓડિયા ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા ઉત્તમ મોહંતીનું 66 વર્ષની વયે અવસાન થયું. અભિનેતાની બીમારી તેમના મૃત્યુનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ સાંજે દિલ્હીની એક હોસ્પિટલમાં અભિનેતાએ…

એસએસ રાજામૌલી: એક નજીકના મિત્રએ રાજામૌલી પર ગંભીર આરોપ લગાવ્યા, સુસાઇડ નોટમાં ‘પ્રેમ ત્રિકોણ’નો ઉલ્લેખ કર્યો

નિર્માતા ઉપ્પલાપતિ શ્રીનિવાસ રાવે ‘RRR’ અને ‘બાહુબલી’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પીઢ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે દાવો કર્યો છે કે તેના નજીકના મિત્ર રાજામૌલીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *