રાજ્યભરમાં GSTનો સપાટો, જાણો અત્યાર સુધીમાં કેટલી ઝડપાઈ કરચોરી

B INDIA ગાંધીનગર : રાજ્યભરમાં થોડા સમયથી જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે. જીએસટી વિભાગ દ્વારા કેમિકલ, ગિફ્ટ આર્ટીકલ, બ્યુટી પાર્લર પ્રોડક્ટ તેમજ મેન પાવર સપ્લાય કરનારને ત્યાં જીએસટીના દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં 9 કરોડ 11 લાખની જીએસટી ચોરી પકડાઈ હતી.

બિલ વિનાના થતા વેચાણો અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા સુરતમાં 3, અમદાવાદમાં 8, વાપીમાં 2, વ્યારામાં 1 મળી કુલ 14 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વેપારીઓ દ્વારા વેચાણ બિલનો બારોબાર નાશ કરી દેવામાં આતો હતો. તેમજ વેપારીઓ દ્વારા બિલ ઓછું બતાવી જીએસટી ચોરી કરવામાં આવતી હતી. દરોડા દરમ્યાન 9 કરોડ 11 લાખની જીએસટી ચોરી મળી હતી. તેમજ વધુ તપાસ દરમ્યાન આંકડો વધવાની શક્યતાઓ છે

ગુજરાત સ્ટેટ GST વિભાગ દ્વારા તા. 31 મી જાન્યુઆરી, 2025ના રોજ કેમીકલ્સ, ગીફ્ટ આર્ટીકલ્સ અને રમકડા, ઇલેક્ટ્રોનીક્સ, બ્યુટી પાર્લર અને મેન પાવર સહિત વિવિધ ક્ષેત્રોમા કાર્યરત કુલ 14 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. વેપારીઓ દ્વારા બિનહિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શાવવા જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવેલ હતી. GST વિભાગ દ્વારા આ કાર્યવાહી દરમિયાન અંદાજીત રૂ. 9.11 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી છે.

Related Posts

યુરોપના જંગલોમાં લાગેલી આગનો ફેલાવો: બચાવ કામગીરી શરૂ, હજારો લોકોનું સ્થળાંતર

યુરોપના અનેક દેશોમાં ઉનાળાની તીવ્ર ગરમી અને સૂકા હવામાન વચ્ચે જંગલની આગ (Wildfire) ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ફ્રાન્સ, સ્પેન અને અન્ય કેટલાક યુરોપીયન વિસ્તારોમાં વાઇલ્ડફાયર ઝડપથી…

દૈનિક જીવન અને કામમાં AI ના જાદુઈ ઉપયોગો: પ્રોડક્ટિવિટી વધારવાની નવી રીત

છેલ્લા કેટલાક વર્ષોમાં Artificial Intelligence (AI) ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વમાં કામ કરવાની રીત બદલી નાખી છે. એક સમય હતો જ્યારે AI માત્ર વૈજ્ઞાનિકો અને મોટી ટેક કંપનીઓ સુધી મર્યાદિત હતું, પરંતુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *