રાજકોટ અગ્નિકાંડને લઇને હાઇકોર્ટે 3 આરોપીઓના જામીન કર્યા મંજૂર

B INDIA રાજકોટ : ગુજરાત હાઇકોર્ટે TRP અગ્નિકાંડ મામલે 3 આરોપીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે અન્ય સાગઠીયા, ઇલેશ ખેર, અશોકસિંહ, કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે. મહત્વનું છે કે, રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો, મહિલાઓ સહિત 27 લોકો મોત થયા હતા. જે બાદ પોલિસે ગેમ ઝોનનાં માલિક અને મનપા ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી.

TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપીઓએ જામીન અરજી કરી હતી, જોકે ગુજરાત હાઇકોર્ટે 3 આરોપીઓને જામીન આપ્યા છે, જ્યારે અન્ય આરોપી સાગઠીયા, ઇલેશ ખેર, અશોકસિંહના જામીન નામંજૂર કર્યા છે. આ સાથે કિરીટસિંહ જાડેજાના જામીન પણ કોર્ટે ફગાવ્યા છે.રાજકોટ નાના મવા રોડ પર આવેલ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે 25મી સપ્ટેમ્બરે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપીઓએ ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે કેસ ચાલ્યો હતો.

જેમાં ગેમ ઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાના વકીલ દ્વારા આરોપીઓનો બચાવ કરવામાં આવ્યો હતો.જેમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટે ત્રણ આરોપીઓના જમીન મંજૂર કર્યા છે. ATP રાજેશ મકવાણા, ગૌતમ જોશી, જયદીપ ચોધરીના જમીન મંજૂર કરવામાં આવ્યા છે.

Related Posts

દેહરાદૂનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગરમીથી રાહત પણ ટ્રાફિક જામથી લોકો પરેશાન.

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ.દેહરાદૂનમાં વરસાદથી ટ્રાફિક અને જનજીવન પર અસર.ભારે વરસાદથી ગરમીમાંથી રાહત,.ઉત્તરાખંડમાં વરસાદી કહેર, પ્રશાસનની સાવચેતી.દેહરાદૂનમાં સતત વરસાદથી લોકોને મુશ્કેલી

CBIનો સકંજો: ₹2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ અને સહ આરોપી આલોક કુમાર વિદેશથી ઝડપાયા

CBIની મોટી કાર્યવાહી2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ યુએઈમાંથી ઝડપાયોરેડ કોર્નર નોટિસના આધારે ધરપકડ બાદ ભારત લવાયો.બેન્કો સાથે મોટી છેતરપિંડીનો આરોપ.સહઆરોપી આલોક કુમાર પણ વિદેશથી પકડાયોબનાવટી પાસપોર્ટ કેસમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *