હવામાન વિભાગની આજની આગાહી, જાણો વરસાદ પડશે કે નહીં પડે?

B INDIA ગાંધીનગર : ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી.આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે, હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનારા સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આજે જણાવ્યું છે કે, પહેલા જે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી હતી તેની શક્યતા ઓછી થઈ ગઈ છે. જે અંગે તમને અપડેટ કરતા રહીશું.

આગામી 24 કલાકમાં અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમણે ઠંડી અંગે એમ પણ જણાવ્યું છે કે, હજી શિયાળો ગયો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તે આવ્યા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હજી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતા છે.

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *