સુરતમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે કોંગ્રેસનો ચક્કાજામ,પોલીસે કાર્યકરોની કરી અટકાયત

B INDIA સુરત : સુરતમાં ફરી એક વાર કોંગ્રેસે નેશનલ હાઈવે પર બિસ્માર રસ્તાને લઈને મેદાને ઉતરી હતી. અને બિસ્માર રસ્તાઓને લઈને ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન ઘર્ષણની સ્થિતિ જોવા મળી. સ્થાનિકોએ રસ્તા પર ટાયર સળગાવતા પોલીસ એકશનમાં આવી હતી.નેશનલ હાઇવે રિપેર કરવાની માગ સાથે પૂર્વ MLA આનંદ ચૌધરી સહિત કોંગી કાર્યકરોએ હાઈવેને બાનમાં લીધો. તૂટેલા રસ્તાના કારણે અકસ્માતો થતા હોવાનો આક્ષેપ કરતા તંત્રની નબળી કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોગ્રેસના ચક્કાજામને પગલે માંડવી – ઝંખવાવ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ. ચક્કાજામના કારણે વાહનોની 10 કિમી લાંબી લાઇનો લાગી હતી.કોંગ્રેસના વિરોધમાં ત્યાંના સ્થાનિકો પણ જોડાયા. સ્થાનિકોએ વિરોધમાં જોડાતા હાઇવે પર 10 કિલો મીટર લાંબી વાહનોની લાઇન લાગી. ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને પોતાના ગંતવ્ય સ્થાન પર પંહોચવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે ચક્કાજામ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી.

ડી.વાય.એસ.પી બી. કે.વનાર સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પંહોચ્યા હતા. ચક્કાજામ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરતાં કાર્યકર્તાઓએ પોલીસની જીપનો ઘેરાવ કર્યો. કાર્યકર્તાનો રોષ જોઇ પૂર્વ MLAને પોલીસે છોડી દીધા હતા.નોંધનીય છે કે, નેશનલ હાઇવે 56 બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરાઈ રહ્યું હતું. બિસમાર રસ્તાના કારણે અસંખ્ય અકસ્માતો થયા છે. અને આ અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.આથી બિસ્માર રસ્તાને રિપેર કરવાની માંગ સાથે કોંગ્રેસે આજે હાઈવે ચક્કાજામ કર્યો હતો.

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *